ઝારખંડમાં ૨૯ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવાયું
રાંચી: ઝારખંડમાં ૨૯ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી હેમંત સોરેને આ અંગેની જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે ૨૨ એપ્રિલથી ૨૯ એપ્રિલ સુધી ઝારખંડમં લોકડાન રહેશે
તેમણે કહ્યું કે ઝારખંડમાં અનેક રાહતોની સાથે લોકડાઉન રહેશે મુખ્યમંત્રીએ આજે મુખ્ય સચિવ સુખદેવ સિંહ સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરી હતી વધતા કોરોના વાયરસના સંક્રમણને જાેતા આપદા પ્રબંધને રાજયમાં લોકડાઉન લગાવવાની ઇચ્છા વ્યકત કરી હતી આથી મુખ્યમંત્રીએ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી હતી.
બીજા રાજયોથી ટ્રેનોથી ઝારખંડ આવનારા લોકોને તેમના ગામ સુધી લઇ જવા માટે સરકારના સ્તર પર વ્યવસ્થા કરવામાં આવશે રાજયમાં ઇટર સ્ટેટ અને ઇટ્રા સ્ટેટ અવરજવરને પ્રભાવિત કરવામાં આવશે નહીં એક જીલ્લાથી બીજા જીલ્લા માટે વાહનોની અવરજવર જારી રહેશે ઝારખંડથી પડોસી રાજયો સુધી પણ બસ હાલ ચાલતી રહેશે આ ઉપરાંત ધાર્મિક સ્થળો પર ભીડ ઓછી કરવા માટે ધાર્મિક કાર્યક્રમોમાં લોકોની સંખ્યા સીમિત કરી દેવામાં આવશે જાહેર સ્થળો પર કલમ ૧૪૪ હેઠળ સરકાર કાર્યવાહી કરશે સેકટર વાઇજ લોડાઉન કરવાના વ્યવસાયિક સંગઠનોના સુચન પર પણ સરકાર ગંભીર છે.
આ પહેલા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બાબુલાલ મરાંડીએ તાજેતરમાં મુખ્યમંત્રી હેમંચત સોરેનથી ફોન પર વાત કરી હતી અને ઝારખંડમાં કોરોનાના વધતા કેસોની સ્થિતિ સંભાળવા માટે રાજયમાં ઓછામાં ઓછુ એક અઠવાડીયા માટે લોકડાઉનની જાહેર કરવા કહ્યું હતું