ઝારખંડ ચૂંટણી: સોનિયા, રાહુલની કોઇ રેલીઓ નહીં
મુંબઇ, મહારાષ્ટ્ર અને હરિયાણા બાદ હવે કોંગ્રેસના તમામ ટોચના નેતાઓ ઝારખંડમાં પણ પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા પ્રચારથી દુર રહ્યા છે. આની પાછળ ચોક્કસ રણનિતી જવાબદાર દેખાઇ રહી છે. સ્થાનિક મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુસર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પ્રચારમાં સામેલ થઇ રહ્યા નથી. કોંગ્રેસની આ નીતિથી તેમને ફાયદો મળે તેવી શક્યતા પણ કેટલાક લોકો વ્યક્ત કરી રહ્યા છે.
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર ચરમ સીમા પર પહોંચી ગયા બાદ કોંગ્રેસના મોટા નેતાઓ હજુ દેખાઇ રહ્યા નથી. જો કે બીજા તબક્કામાં રાહુલ ગાંધી પ્રચારમાં વ્યસ્ત થનાર છે. રાહુલ ગાંધી બીજી ડિસેમ્બરના દિવસે પ્રચાર કરનાર છે. આના માટે તૈયારી પણ કરી લેવામાં આવી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ટોપ નેતાઓ સત્તાથી દુર રહ્યા હતા. બંને નેતાઓએ ગણતરીની બેઠકો કરી હતી. મોટા ભાગે પ્રચારની જવાબદારી સ્થાનિક નેતાઓએ સંભાળી હતી.ય આ તમામ નેતાઓએઅ સ્થાનિક મુદ્દા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. આ વખતે પણ આવી જ રણનિતી રાખવામાં આવી રહી છે.
ભાજપને સત્તા પરથી દુર રાખવા માટે મહારાષ્ટ્રમાં સફળતા મળ્યા બાદ કોંગ્રેસી નેતાઓ ઉત્સાહિત છે. ઝારખંડમાં પણ ક્ષેત્રીય દળોની સ્થિતિ ખુબ મજબુત રહેલી છે. ભાજપની સાથી પક્ષો સાથે ક્યારેય બની નથી. તેમના સંબંધ ભારતીય જનતા પાર્ટી સાથે સારા રહ્યા નથી. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં ૧૩ વિધાનસભા બેઠકો માટે ૩૦મી નવેમ્બરના દિવસે મતદાન થનાર છે. હાલમાં ચૂંટણી પ્રચાર ચરમ સીમા પર છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ પત્ર જારી કરવામાં આવ્યા બાદ તેમાં એનઆરસી લાગુ કરવાની ખાતરી આપવામા આવી છે. સાથે સાથે પ્રજાલક્ષી મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાતરી આપી છે. મહારાષ્ટ્રમાં પછડાટ બાદ ભારતીય જનતા પાર્ટી આવી ભુલ કરવા માટે બિલકુલ તૈયાર દેખાતી નથી.