ઝાલાવાડમાં ૧૫ વર્ષની યુવતી પર આઠ દિવસ સુધી નવ લોકોનો બળાત્કાર
(હિ.મી.એ),કોટા: રાજસ્થાનના ઝાલાવાડમાં એક સગીર યુવતીની સાથે હેવાનિયતની હ્દય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે ઝાલાવાડમાં ૧૫ વર્ષની યુવતીને કહેવાતી રીતે નશીલી દવા પિવડાવી નવ લોકોએ આઠ દિવસ સુધી બળાત્કાર કર્યો પોલીસે મામલાની માહિતી આપતા કહ્યું કે આરોપીઓમાંથી બે સગીર છે અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે કહ્યું કે ઝાલાવાડમાં નવ લોકોએ કહેવાતી રીતે ૧૫ વર્ષની યુવતીની સાથે આઠ દિવસ અલગ અલગ જગ્યાઓ પર અનેકવાર બળાત્કાર કર્યા પીડિતા શુક્રવારે કોઇ રીતે આરોપીઓના ચુંગલમાંથી ભાગવામાં સફળ રહી ત્યારબાદ કોઇ રીતે મદદ માંગી પોતાના ધરે પહોંચી અને પરિવારજનોને આપવીતી કહી ત્યારબાદ પરિવાજનોએ પોલીસ સ્ટેશને જઇ ફરિયાદ દાખલ કરાવી
પીડિતાની ફરિયાદ અનુસાર ૨૫ ફેબ્રુરીએ યુવતી પોતાના મિત્ર બુલબુલ અને એક અન્ય યુવક સાથે સ્કુલ બેગ અને અન્ય સામાગ્રી લેવા ઝાલાવાડ ગઇ હતી મિત્રોએ કહ્યું કે સામગ્રી લઇ તે તેને સ્કુલ છોડી દેશે યુવતીઓ આરોપ લગાવ્યો કે બંન્ને એક પાર્કાં રોકાઇ ગયા જયારે પુછયું તો કહ્યું કે કોઇને મળવાનું છે
થોડીવારમાં બેથી ત્રણ લોકો આવ્યા અને યુવતીને જબરજસ્તી નશીલી દવા પિવડાવી તેની સાથે બળાત્કાર કરયો પીડિતાનો આરોપ છે કે આરોપીઓએ ઝાલાવાડમાં આઠ દિવસ તેને અલગ અલગ જગ્યાએ બંધક બનાવી રાખી આ દરમિયાન ઓછામાં ઓછા નવ લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો ડીએસપીએ કહ્યું કે પીડિતાનું મેડિકલ કરાવવામાં આવ્યું છે બે સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અન્ય આરોપીઓની તાકિદે ધરપકડ કરવામાં આવશે