ઝાલોદર ગામ નજીક સુરત-હિંમતનગર બસ ખોટકાતા મુસાફરો રઝળ્યા, લોકોમાં આક્રોશ

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં એસટી બસ ખોટકાઈ જવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. ત્યારે સુરત થી હિંમતનગર એસટી બસ ઝાલોદર પાટીયા નજીક ટેકનિકલ ક્ષતીના પગલે ખોટકાઈ જતા એસટી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો રઝળી પડ્યા હતા.
એસટી તંત્ર દ્વારા અન્ય વૈકલ્પીક વ્યવસ્થા ન થતા મુસાફરોએ ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી હતી જયારે હિંમતનગર જતા મુસાફરોને અન્ય એસટી બસમાં બેસાડી રવાના કરાયા હતા. વારંવાર ખોટકાઈ પડતી જૂની એસટી બસોને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે.
ખાસ કરીને ગામડાનો રૂટો પર જૂની બસોને કારણે મુસાફરો ત્રાહીમામ પોકારી ગયા છે.