ઝાલોદ નજીક એસટી ખાડામાં પડતાં ૨૫ મુસાફરોને ઈજા
ઝાલોદથી જંબુસર જતી એસટીને અકસ્માત
દાહોદ, ઝાલોદથી જંબુસર જતી એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે. ઝાલોદના થાળા ડુંગરી ગામ નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. એસ.ટી. બસ ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની સાઈડના ખાડામા ખાબકી હતી. બસમા સવાર ૨૫ પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા છે.
ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા લીમડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ ઇજાગ્રસ્તોને મદદ કરી હતી.SS3KP