ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા વૃદ્ધનો ઓમિક્રોન પોઝિટિવ: મુખ્યમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી
જામનગર, ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યું હતું. આજે આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે, જ્યારે જામનગર શહેરમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાતાં મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી છે.