Western Times News

Gujarati News

ઝીકા વાયરસમાં ગર્ભવતી સ્ત્રીએ ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો

કોરોના સિવાયના રોગ પણ વાયરસથી થાય એવું યાદ કરાવું પડે એમ છે હવે. ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયા જેવા તાવ પણ વાયરસના કારણે જ આવે છે. ભલે તે ચેપી નથી, પણ થાય તો વાયરસથી જ છે અને અત્યારે કોરોના વાયરસ કરતાં આવા તાવનો ડર વધુ છે. ભલે એક જ ઘરમાં ઘણા બધાને થતો હોય, પણ આ રોગ મચ્છરના ડંખથી અને તેના દ્વારા આવતા વાયરસથી જ થાય છે.

આવો જ એક વાયરસ હજુ પણ છે, જે ભારતમાં પણ આ વર્ષે થોડો ફેલાય છે અને તે છે ઝીકા વાયરસ. આ વાયરસ નવો નથી, પણ હમણાં થોડા મહિના પહેલા કેરેલા- ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજયોમાં ઝીકા વાયરસના કેસ જાેવા મળ્યા.
ઝીકા વાયરસ એ સૌ પ્રથમ ૧૯૪૭માં વાંદરાઓમાં જાેવા મળેલો અને તે પછી ૧૯પરમાં તે યુગાન્ડા અને તંઝાનિયા માનવજાતિમાં જાેવા મળ્યો અને આફ્રિકા, અમેરિકા, એશિયાના ઘણા દેશોમાં તે મહામારીની જેમ આવ્યાની નોંધ પણ મળે છે.

ઝીકા વાયરસ પણ મચ્છરથી જ ફેલાય છે અને એ પણ મોટે ભાગે એડિસ ઈજિપ્ટિ નામના મચ્છર દ્વારા ફેલાય છે આ જ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વાયરસને પણ ફેલાવે છે. આ મચ્છર મોટે ભાગે દિવસના જ કરડે છે મોટે ભાગે વહેલી સવારે અથવા મોડી સાંજે મચ્છર કરડવાની શક્યતાઓ વધુ રહે છે. આ વાયરસ ગર્ભવતી મહિલા દ્વારા તેના ગર્ભને પણ પહોંચી શકે છે અથવા લોહી ચડાવતી વખતે પણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે.

ઝીંકા વાયરસના લક્ષણો પણ બીજા વાયરસ જેવા જ છે. તેના કારણે તાવ આવી શકે છે, ત્વચા પર ચકામા અથવા લાલાશ જાેવા મળે છે, આંખમાં લાલાશ આવી શકે છે. સાંધાના દુઃખાવા અને શરીરના દુઃખાવા, થાક, માથાનો દુઃખાવો વગેરે લક્ષણો જાેવા મળે છે. ર થી ૭ દિવસ સુધી લક્ષણો જાેવા મળી શકે છે તેના લક્ષણ બીજા તાવ જેવા જ હોય છે તેના માટે જરૂર પડે લોહીના અને પેશાબના રિપોર્ટ પણ કરવામાં આવે છે. પીસીઆર અથવા ઈએલઆઈએસએ જેવા ટેસ્ટ તેમાં ઉપયોગી થાય છે.

ઝીકા વાયરસ માટે કોઈ સ્પેસિફિક ચિકિત્સા નથી. આરામ કરવાથી અને મોટા પ્રમાણમાં પ્રવાહી લેવાથી અઠવાડિયામાં તે પોતે જ બરાબર થવા લાગે છે જરૂર પડે તેમાં માત્ર તાવ ઉતારવાની દવા કામ આવે છે. બાકી ધીરજ રાખીને આરામ કરવો અને ખૂબ પ્રવાહી લેવું એ જ તેની મુખ્ય દવા છે.

ગર્ભવતી સ્ત્રીઓમાં ઝીકા વાયરસની અસર વિશેષ થાય છે. કારણ કે તે ગર્ભને પણ અસરકરે છે તેના કારણે ગર્ભપાત થવાની શકયતાઓ પણ રહે છે. બાળકના મગજ પર પણ અસર થઈ શકે છે અથવા ડિલિવરી વહેલી થઈ શકે છે અથવા મૃત બાળકનો જન્મ થાય એવું પણ બની શકે છે.

ઝીકા વાયરસના કારણે બાળકમાં જન્મજાત ખોટ જાેવા મળી શકે છે. એટલે ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ સંભાળવું જરૂરી છે. ઝીકા વાયરસ માટેના ટેસ્ટ મોટે ભાગે ખૂબ જ ઓછા કરવામાં આવે છે. જરૂર પડે તો જ તેના માટે ટેસ્ટ કરવામાં આવે છે. મોટે ભાગે જે વ્યક્તિને ઝીકા વાયરસનો ચેપ હોય કે તેવી જગ્યાથી આવ્યો હોય તેનામાં જ ઝીકા વાયરસની શંકા કરવામાં આવે છે. કારણ કે તે મચ્છર દ્વારા જ ફેલાય છે. તે ચેપી નથી. પણ આ પણ એક પ્રકારનો વાયરસ છે, જેના પ્રત્યે જાગૃત રહેવું જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.