ઝીરોનું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર, ઝી સિનેમા પર ૨૮મી જુલાઈએ રજૂ થશે
રોમાન્સ, કોમેડી અને અંદર છૂપાયેલી લાગણીની એક એકિકૃત કથા ઝીરોએ એક અલગ વાર્તા છે, જેમાં બઉઆ, આફિઆ અને બબિતાના મુશ્કેલ પ્રવાસની અલગ વાર્તા છે. આ વાર્તામાં એક મહત્વનો સંદેશો હાઈલાઈટ કરવામાં આવ્યો છે, જેમાં આપણે ઘણી વખત સંપૂર્ણતા હાંસિલ કરવાના પ્રયાસમાં હંમેશા નિષ્ફળ જતા હોઈએ છીએ.
શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફને અગ્રણી ભૂમિકા સાથે મોહમ્મદ ઝીશાન ઐય્યુબ, તિમાંગ્શુ ધુલિયા અને શીબા ચડ્ડા પણ અગ્રણી ભૂમિકામાં છે, ઝીરો તૈયરા છે, તેના અત્યંત મસ્તીભર્યા છતા પણ રોલરકોસ્ટર રાઈડ પર તમને લઈ જવા માટે. આનંદ એલ રાય દ્વારા ડિરેક્ટ અને હિમાંશુ શર્મા દ્વારા લેખિત આ મૂવી તૈયાર છે, તેના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર રજૂ થવા માટે શનિવાર, ૨૮મી જુલાઈ, ૨૦૧૯ના રોજ ફક્ત ઝી સિનેમા પર.
મેરઠની પૃષ્ઠભૂમિ પર આધારીત આ ફિલ્મની વાર્તા બઉઆ સિંઘ (શાહરૂખ ખાન), એક ઓછી ઉંચાઈ ધરાવતી વ્યક્તિની છે, જેનો આત્મવિશ્વાસ ક્યારેય ઓછો નથી થયો. તેની બાળક જેવી નિર્દોષતા અને તેના શ્રેષ્ઠ મિત્ર ગુડ્ડુ સિંઘ (મોહમ્મદ ઝીશાન અયુબ) તેને દર વખતે તેની મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવવા માટે આવે છે. જેમ-જેમ વાર્તા આગળ વધે છે, બઉઆ મેટ્રોમોનિઅલ સાઈટ દ્વારા આફિયા યુસુફઝાઈ (અનુષ્કા શર્મા)ને મળે છે, જે એક કુશળ વૈજ્ઞાનિક છે, જે સિરેબ્રલ પાલ્સીથી અસરગ્રસ્ત છે.
બઉઆ તેને આકર્ષિત કરવા માટે પુસ્તકમાં લખેલી દરેક ટ્રીકનો ઉપયોગ કરે છે અને તે પ્રેમમાં પડે છે. જો કે, તેમની પ્રેમકથામાં ત્યારે વણાંક આવે છે, જ્યારે બઉઆનો ક્રશ બબિતા કુમારી (કેટરિના કૈફ), એક સુપરસ્ટાર તેના જીવનમાં પ્રવેશ છે, જેના ભગ્ન હૃદયથી તેને અસલામતી થાય છે અને તેનાથી તેની આંખમાં આંસુ આવે છે.
આનંદ એલ રાય દ્વારા એક અલગ અભિગમ હાથ ધરવામાં આવ્યો છે, આ મૂવીમાં એ દર્શાવવામાં આવ્યું છે કે, આ ત્રણ પાત્રો કઈ રીતે ઝીરોમાંથી એક હિરો બને છે. ઝી સિનેમાની બ્રાન્ડ પ્રસ્તાવના ‘સીને મેં સિનેમા’ બઉઆ, આફિયા અને બબિતા જેવા લોકોને સલામ કરે છે, જેઓ તેમની આંતરિક મુશ્કેલીની સામે લડવાનો જુસ્સો ધરાવે છે, જેનાથી તે તેના જીવનમાં કંઈક મોટું કરી શકે. આ ફિલ્મને ફક્ત વિવેચકો દ્વારા જ વખાણવામાં આવી છે, એવું નથી, પરંતુ શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફનું પર્ફોર્મન્સ પણ દર્શકોમાં અત્યંત પસંદ કરવામાં આવ્યું છે.
આનંદ એલ રાય કહે છે, “ઝીરો, અત્યાર સુધીનું મારું શ્રેષ્ઠ ડિરેક્ટોરિયલ વેન્ચર્સ છે. ઝીરોને દર્શકોની સામે લાવવાનો અનુભવએ મારા પહેલાના કામની તુલનામાં નિર્ભયતાથી, નબળી બાજુથી ડિરેક્ટશનને એક વધુ ઊંચાઈએ લઇ જવાનું છે. ઝીરોએ એક દિવા સ્વપ્નમાં રાચનારી વાર્તા છે, સાથોસાથ તેમાં તમારા અને મારા જેવા લોકોની વ્યક્તિગત રીતે કરવામાં આવેલી દરેક દિવસની મહેનતને હાઈલાઈટ કરવામાં આવી છે.
ઝી સિનેમા પર આ મૂવી પ્રિમિયરિંગની સાથે, હું આશા રાખું છું કે, બઉઆ, આફિયા અને બબિતા શક્ય હોય એટલા લોકો સુધી પહોંચશે, ખાસ તો, એવા લોકોની સામે જેઓ મુક્તપણે તેમના સપના, તેમના વિચારોને રજૂ કરવા માટે સક્ષમ નથી. અંતે તો, હું એવું કહીશ કે, ઝીરોએ લોકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે, જેઓ પોતાની જાતમાં માને છે અને તેઓ પોતાના હિરો બને છે!
શાહરૂખ ખાન, જે બઉઆ સિંઘનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “બઉઆ સિંઘએ એક એવી વ્યક્તિ છે, જે તેના જીવનને સંપૂર્મપણે માણવામાં માને છે અને તેમની સામે પડકારવામાં આવેલી કોઈપણ મુશ્કેલીની સામે લડવા માટે તૈયાર છે. બઉઆએ દરેક માટે એક પ્રેરણા છે અને મૂવી એક એવો સંદેશો આપે છે કે, જ્યાં સુધી તમારા સપના પૂરા ન થાય ત્યાં સુધી સપના જોતા અટકશો નહીં.
ઝી સિનેમાની બ્રાન્ડ પ્રસ્તાવના ‘જઝબા હૈં જિને મેં, જબ ઝી સિનેમા હૈં સિને મેં’ બઉઆ જેવા સામાન્ય વ્યક્તિના જુસ્સાને અત્યંત સારી રીતે હરિફાઈ કરે છે, જેઓ તેમની જિંદગી તેમના નિયમો અનુસાર જીવે છે.”
કેટરિના કૈફ ઉમેરે છે, “જ્યારે હું ઉદ્યોગમાં પ્રવેશી ત્યારે હું જાણતી હતી કે, મારે આજે હું જ્યાં છું, ત્યાં પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે. મારી દ્રષ્ટિએ ઝીરોએ, એક એવી ફિલ્મ છે, જે લોકોને પ્રોત્સાહિત કરે છે, જેનાથી તેઓ તેમની જાતને તેમના જીવનના સપના પૂરા કરવાની સાથે જીવે છે. હું આ ફિલ્મને મારાથી ઘણી નજીક ગણું છું કારણકે, તેમાં મારા જુસ્સાની વાર્તા છે, જે દરેકના જીવનમાં હોય છે.”
અનુષ્કા શર્મા કહે છે, “ઝીરોમાં, મારું પાત્ર સિલેબ્રલ પાલ્સીથી પિડાય છે, પરંતુ એક પાત્ર તરીકે, તે તેના પાત્રને જીવવાનું પસંદ કરે છે અને કોઈપણ સંજોગોમાં મૃત્યુ પામતી નથી. મૂવીમાં એક મજબુત સંદેશો છે અને મારા આફિયાના પાત્રએ કોઈપણ પરિસ્થિતિમાં લડવાનું તથા તેના સપના પૂરા કરવાનું પસંદ કર્યું છે. આ આફિયાનો જીવન માટેનો ઉત્સાહ છે, જે ઝી સિનેમાના કેમ્પેઇન ‘જઝબા હૈં જિને મેં, જબ સિનેમા હૈં સિને મેં’ની સાથે જોડાઈ છે, જે આફિયા જેવા લોકો માટે આદર્શ છે, જે આ પ્રકારની લડાઈની ભાવના ધરાવે છે.”
બઉઆ સિંઘના જીવનને દર્શાવવા માટે વીએફએક્સના પ્રસંશાપાત્ર ઉપયોગને કારણે આ ફિલ્મ તૈયાર થઈ છે. બઉઆના નીચા કદને એ જ ટેકનોલોજી દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે, જેનો ઉપયોગ લોર્ડ ઓફ ધ રિંગ અને ધ હોબિટમાં કરવામાં આવ્યો હતો. ઝીરોના સાઉન્ડટ્રેકમાં અલગ અલગ લાગણીઓનું શબ્દમાં વર્ણન કરવામાં આવ્યું છે, જેના પાત્ર મૂવીમાંથી પસાર થાય છે. યાદગાર ‘મેરે નામ તુ’થી લઇને સુંદર ‘ઇશ્કબાઝી’ જેમાં સલામન ખાન પણ એક કેમિઓમાં શાહરૂખ ખાનની સાથે જોવા મળ્યો છે, તો હુશ્ન પરચમ અને હિર બદનામના સંગીતને પણ વિશાળ પણે પસંદ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના જ્યુકબોક્સમાં દરેક મૂડનું રસપ્રદ મિશ્રણ પૂરું પાડવામાં આવ્યું છે, જેમાં ઝીરોના સંગીતએ લોકોને તુરંત જ હિરોની સાથે જોડે છે.