Western Times News

Gujarati News

ઝી એક્શન પર બ્લોકબસ્ટર ફિલ્મ ‘શિવા- ધ સુપર હિરો ટુ’ પ્રસારીત થશે

 રવિવાર, ૪થી ઓગસ્ટ, ૨૦૧૯ના સાંજે ૮ વાગે
નાગાર્જુનની કારકીર્દીની સૌથી વધુ ખર્ચાળ પ્રોડક્શન તરીકે જાણિતી ‘શિવા- ધ સુપર હિરો ટુ’એ ધામાકુરમ (તેલુગુ) ફ્રેન્ચાઈઝીનો બીજો ભાગ છે. પૌરાણિક અને અલૌકિક તત્વોથી ભરેલી આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુના ઉર્ફે નાગાર્જુના અને બાહુબલી ટુથી પ્રસિદ્ધ અનુષ્કા શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. શ્રીનિવાસ રેડ્ડી દ્વારા ડિરેક્ટ આ મૂવીમાં પ્રકાશ રાજ અને પી. રવિ શંકર પણ અગ્રણી ભૂમિકામાં છે. ઝી એક્શન- ઇન્ડિયાસ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્શન મૂવીસ, તૈયાર છે આ પૌરાણિક એક્શન ફિલ્મ શિવા- ધ સુપરહિરો ટુ, નું પ્રસારણ કરવા માટે રવિવાર, ૪થી ઓગસ્ટ, સાંજે ૮ વાગે.

વાર્તા બાલા (નાગાર્જુન)ના જીવનની આસપાસ ફરે છે, જે બાળપણમાં એક અસ્વાભાવિક અકસ્માતમાં તેના માતા-પિતાને ગુમાવતા શિવભક્તમાંથી તેને નફરત કરતો થઈ જાય છે. જ્યારે મહેશ્વરી (અનુષ્કા) તેના જીવનમાં પ્રવેશે છે, તે તુરંત જ તેના પ્રેમમાં પડે છે. જો કે, અંધકાસુર (પી. રવિ શંકર),  ભગવાન અને રાક્ષસો વચ્ચેના યુદ્ધમાં એકમાત્ર રાક્ષસ બચી ગયો, તે તેના સાથીઓના મૃત્યુનો બદલો બધાની પર અંકુશ મેળવીને લેવા માટે તૈયાર છે.

તેના ધ્યેયને સિદ્ધ કરવા, અંધકાસુરે મહેશ્વરી સાથે લગ્ન કરવા પડશે જે તેને દિવ્ય શક્તિ આપશે. એક માત્ર વ્યક્તિ છે તેને શક્તિશાળી બનવાથી રોકી શકે તે છે બાલા છે. શું અંધકાસુર બધા પર મહેશ્વરી સાથે લગ્ન કરીને અંકુશ મેળવવામાં સફળ થશે? કે બાલા અને મહેશ્વરી તેની દુષ્ટ યોજનાઓને નષ્ટ કરવામાં સફળ થશે. સર્વોચ્ચ ગુણવત્તાના દૃશ્યો જોવા માટે, જુવો શીવા – ધ સુપરહીરો ૨, રવિવારે, ૪ ઓગષ્ટે રાત્રે ૮ વાગે માત્ર ઝી એક્શન પર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.