ઝી સીનેમા સારા અલી ખાનની પહેલી મુવી ‘કેદારનાથ’ ને ૯ જુને પ્રસારીત કરશે
કેદારનાથ એક હિંદુ છોકરી અને મુસ્લીમ છોકરાની પ્રેમ કહાની જણાવે છે અને તેને હિન્દુ ધર્મના પવિત્ર ગૃહના અંકમાં સ્થાપિત કરે છે. ૨૦૧૩ના મુશળધાર વરસાદ પર આધારીત જેના લીધે વિનાશક પુર આવ્યું હતું, ૨૦૧૯ નું મુવી સુશાંત સિંહ રાજપુત ની સાથે સહકલાકાર તરીકે સારા અલી ખાન જોવા મળશે. ઝી સીનેમા એ કેદારનાથનું વર્લ્ડ ટેલીવીઝન પ્રિમિયર ૯ જુન, બપોરે ૧૨ વાગે પ્રસ્તુત કરશે.
સુશાંત સાથે કામ કરવા બાબતે, સારા અલી ખાન જણાવે છે કે “કેદારનાથ નો અનુભવ મારા માટે હંમેશા અવિશ્વસનીય બની રહેશે. તેનો સારાંશ સાંભળવાથી લઈને, પહેલી વખત વાનમાં પ્રવેશ કરવા સુધી, અને પહેલી વાર કેમેરાની સામે ઉભા રહીને થી મારી જાતને પહેલીવાર મોટા પડદે જોવા સુધી અને પછી આ ફીલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ જીતવા સુધી. મારા સપનાં સાચા થવા બરોબર હતું અને સંપુર્ણ યાત્રા હું ફરી એક વાર ચોક્કસ કરીશ.”
આ ફિલ્મ બનાવવાના વિચાર વિશે વાત કરતાં, અભિષેક કપુર જણાવે છે કે કેદારનાથ જે ૨૦૦૦ વર્ષ જુનુ મંદીર છે તે ૨૦૧૩ના વિનાશક પુર થી અસરગ્રસ્ત થયું હતું. પુરમાં ૧૦૦૦૦૦ લોકોના જીવ ગયાં હતાં. તે સૌથી મોટી કુદરતી આપતીઓ માંથી એક હતી. આ ફિલ્મ બનાવવા પાછળનો હેતુ અસરગ્રસ્ત લોકોના જીવનમાં રાહત અપાવવાનો અને જેઓએ જીવ ગુમાવ્યા છે કે ગુમ થયેલ છે તેમને શ્રદ્ધાંજલી આપવાનો હતો. આ આપતીમાં સૌથી વધુ અસરગ્રસ્ત લોકો ગરીબમાં ગરીબ લોકો હતાં અને બિનજવાબદાર લોકો પણ હતાં. બીજી રસપ્રદ વાત જે મેં જાણી હતી કે મોટાભાગના જે મજુરો જે રાહદારીઓને મંદીર સુધી લઈ જાય છે તે મુસ્લીમ છે. કેદારનાથ એવી જગ્યા છે જ્યાં માનવતા તેના શુદ્ધ અવતારમાં જોવા મળે છે.
કેદારનાથ એ પ્રેમ અને ધર્મનું શક્તિશાળી, જુસ્સા અને શ્રદ્ધાનું સમન્વય છે. ૧૪ કીલોમીટર લાંબા યાત્રાધામ ગૌરીકુંડ થી કેદારનાથ સુધીના રસ્તા પર સ્થિત, ૨૦૦૦ વર્ષ જુનુ ભગવાન શિવનું પવિત્ર મંદીર આ પ્રેમ કહાનીમાં બેક ડ્રોપ તરીકે કામ કરી રહ્યું છે. મંસુર (સુશાંત), એક સંકુચીત અને અતડા સ્વભાવનો પીઠ્ઠુ (મજૂર) શ્રદ્ધાળુઓને મંદીર તરફની એક મુશ્કેલ સફરને ખેડવામાં મદદ કરે છે. તેને ધાર્મિક રીતીરીવાજોની બધી જ સમજણ છે અને તે તેને ભગવાન શીવના નામનો શાદ કરવામાં અટકાવતું નથી. તેની દુનિયા બદલાઈ જાય છે જ્યારે તે સુંદર અને બળવાખોર મુક્કુ(સારા)ને મળે છે, જે તેને અત્યંત પ્રેમના વાવાઝોડામાં લહેરાવે છે.
હૃદયથી બળવાખોર, મુક્કુ એ મુખ્ય પાદરી અને યાત્રીઓની લોજ ના માલીક બ્રજરાજ મીશ્રા(નીતીષ ભારદ્રાજ)ની દીકરી હોય છે જે તેને પરણાવા અને સ્થાયી થવા માટે કહે છે. બળજબરીપુર્વક, તે બીજા બ્રાહ્મણ પાદરીના ભાણીયા સાથે લગ્ન કરી લે છે જે મંસુરને મારવા ઈચ્છે છે અને બધા જ મુસલમાનોને વેલીમાંથી બહાર કાઢવા ઈચ્છે છે. કુદરતને પ્રેમીઓ માટે બધી જ જીવનની અચોક્સાઈઓ, સ્વભાવ અને તુટેલા હૃદય વચ્ચે કંઈક અલગ જ આયોજન કરે છે.