ઝુકરબર્ગની ચેતવણી: ચૂંટણીના પરિણામમાં વિલંબ થયો તો અમેરિકામાં હિંસા ફાટી નિકળશે
વોશિંગ્ટન,અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બચ્યા છે પણ ચૂંટણીને લઈને અમેરિકામાં સ્થિતિ સ્ફોટક હોવાનુ ફેસબૂકના સીઈઓ અને સ્થાપક માર્ક ઝુકરબર્ગના નિવેદન પરથી લાગી રહ્યુ છે.
ઝુકરબર્ગે કહ્યુ છે કે, જો કોરોના સંક્રમણની વચ્ચે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો કે મતગણતરીમાં ગરબડના આક્ષેપ થયા તો અમેરિકામાં નાગરિકો વચ્ચે હિંસા ફાટી નિકળે તેવી શક્યતાઓ છે.
ઝુકરબર્ગે ફેસબૂક અને સોશ્યલ મીડિયા સાઈટ્સને પણ સતર્ક રહેવાની સલાહ આપી છે.તેમણે કહ્યુ હતુ કે, સોશ્યલ મીડિયા માટે અને ખાસ કરીને ફેસબૂક માટે આ અગ્નિ પરીક્ષાની ઘડી છે.ફેસબૂક પર ખોટા મેસેજનો પ્રચાર થતો રોકવા માટે નક્કર પગલા લેવા પડશે.