ઝૂંપડપટ્ટીના બાળકોને શોધી શોધીને સુખડીનું વિતરણ કરતી આંગણવાડીની મહિલા
(મિલન વ્યાસ દ્વારા) ગાંધીનગર, સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સરકારના કર્મચારીઓ પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હોય છે તેનું એક ઉત્તમ ઉદાહરણ ગાંધીનગરની ઝુપડપટ્ટીમાં જોવા મળ્યું હતું.
આજે બપોરના સમયે જ્યારે મોટાભાગની મહિલાઓ આરામ ફરમાવતી હોય ત્યારે ગાંધીનગર સે. ૧૩ સ્થિત આંગણવાડીના મહિલા સેવિકા સેક્ટર 11 માં આવેલી ઝુપડપટ્ટી ખાતે પહોંચ્યા હતા. અગાઉ કરવામાં આવેલા સર્વે મુજબ અહીં આ બાળકોનું નામ સુખડીનાં લાભાર્થીના આવતું હતું. જેના પરિણામે આ ઝૂપડપટ્ટીના બાળકોને પણ આંગણવાડી દ્વારા શોધી શોધીને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.