ઝૂંપડામાં ચાલતી હોટલમાં આગ લાગતા તમામ સામગ્રી બળીને ખાખ
અગમ્ય કારણસર આગ લાગતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના દહેજ રોડ ઉપર મુન્શી સ્કૂલ પાસે એક ઝૂંપડામાં ચાલતા રેસ્ટોરન્ટમાં આગ ભભૂકી ઉઠતા આજુબાજુના લારી ગલ્લાને પણ અડફેટમાં લેતા આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.આગની જાણ ફાયર ફાયટરોને કરાતા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તરમાં આવેલ દહેજ રોડ ઉપર મુન્શી સ્કૂલ પાસે એક ઝુંપડામાં ખાણી પીણીનો સ્ટોલ ચાલી રહ્યો હતો.તે દરમ્યાન કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળતા આજુબાજુ ના લારી ગલ્લાને પણ આગની લપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
જેના પગલે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરવામાં આવતા ફાયર ફાયતર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.પરંતુ સ્ટોલના ડેરા તંબુ સહિત અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.