ઝૂંપડીમાં એક જ બલ્બનું લાઈટ બિલ આવ્યું 13 હજાર રૂપિયા, ઉર્જા મંત્રી જોવા પહોંચ્યા
ભોપાલ, મધ્ય પ્રદેશના ભોપાલમાં એક મહિલા 13 હજાર રૂપિયા લાઈટ બિલ આવ્યા બાદ પરેશાન થઈ ગઈ હતી. કંઈ સમજમાં ન આવવાથી તે ઉર્જા મંત્રીના ઘરે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મહિલા સાથે ઉર્જા મંત્રી તેના ઘરે આવ્યા હતા. અચાનક મંત્રી આવવાની ખબર ઉપર વીજળી વિભાગના અધિકારીઓ મહિલાની ઝૂંપડીએ પહોંચ્યો હતો. જ્યાં મંત્રીના સામે જ મીટરની તપાસ કરી તો લાઈટ બિલ 13 હજારમાંથી ઘટીને સુધી 212 રૂપિયા આવી ગયું હતું. બિલમાં ફેરફાર કરીને મહિલાને નવું બિલ આપવામાં આવ્યું હતું.
ભોપાલમાં ભીમનગરની ઝૂંપડપટ્ટીમાં રહેનારી નિર્મલા બાઈ પાસે 13 હજારથી વધારે વીજળીનું બિલ આવ્યું હતું. જેને લઈને તે પરેશાન હતી. ઉલ્લેખનીય છે કે નિર્મલાબાઈ પ્રમાણે બે મહિલા પહેલા જ તેના ઘરમાં વીજળીનું નવું મિટર લાગ્યું હતું. વધારે વપરાશવાળું એક પણ ઉપકરણ ન હોવા છતાં પણ આટલું બધું બિલ આવ્યું હતું.