Western Times News

Gujarati News

ઝોકોવિચ સાથે સેક્સ ટેપ માટે ૫૦ લાખની ઓફર કરાઈ

Files Photo

સર્બિયા: સર્બિયાની મોડલ નતાલીઝા સ્કેકિકએ સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છેકે, દુનિયાના નંબર-૧ ટેનિસ સ્ટાર નોવાક ઝોકોવિચ સાથે સેક્સ ટેપ બનાવવામાં માટે તેને ૫૦ લાખ રૂપિયાની ઓફર કરાઈ હતી. ઈંસ્ટાગ્રામ સ્ટારે યૂરોપિયન મૈગઝીનના સ્વેટ એન્ડ સ્કૈંડલ સાથેની વાતચીતમાં જણાવ્યું છેકે, આ ડીલનો હેતુ નોવાકના લગ્ન જીવનમાં ભંગાણ પાડવાનો હતો. આ મોડેલે કહ્યુંકે, એ વાત સાચી છેકે, એક વ્યક્તિએ મારો સંપર્ક કર્યો હતો. હું એને પહેલાંથી જાણતી હતી.

એ મને ડેટ પર લઈ જવા માંગતો હતો. ત્યાર બાદ ધીરે ધીરે મને ખબર પડી કે તે શખ્સ નોવાકની લાઈફ બર્બાદ કરવા માંગે છે. અને તેના માટે મારો ઉપયોગ કરવા માંગે છે. સોશલ મીડિયા સ્ટારે આગળ એમ પણ કહ્યુંકે, તે શખ્સે મને નોવાક ઝોકોવિચને આકર્ષીને કોઈ રોમૈંટિક સ્થળે લઈ જઈને તેની સાથે સેક્સ ટેપ શૂટ કરવાનું કામ સોંપ્યું હતું.

પહેલાં મને લાગ્યું કે તે શખ્સ મજાક કરી રહ્યો છે પણ તે આ વાતને લઈને ખુબ જ ગંભીર હતો. તેણે મને આ કામ કરવા માટે ૫૦ હજાર યૂરો અને એક શાનદાર ટ્રીપ આપવાની ઓફર કરી હતી. મોડેલે કહ્યુંકે, તે શખ્સની વાતો સાંભળીને મને તેના પર ખુબ જ ગુસ્સો આવ્યો. હું ત્યાંથી ઉભી થઈને ચાલી ગઈ. તે શખ્સની વાતો અને ખરાબ ઈરાદો જાણીને મને નોવાકની ચિંતા થવા લાગી. મોડેલે કહ્યુંકે, નોવાક દુનિયાનો સૌથી શાનદાર ખેલાડી છે. તે અમારા દેશનો સૌથી મોટો બ્રાંડ એમ્બેંસેડર છે

તે એક આદર્શન ફેમિલી મેન છે. હું આશા રાખું છુંકે, મારા ખુલાસા બાદ બીજી મહિલાઓ પણ આવું ખરાબ કામ કરવા તૈયાર નહીં થાય. જણાવી દઈએકે, નોવાક અને તેની પત્ની જેલેનાના લગ્ન વર્ષ ૨૦૧૪માં થયા હતાં. બન્નેના સંબંધોમાં તકરારની વાતોને નોવાકે અફવા ગણાવીને વર્ષ ૨૦૨૦માં કહ્યું હતુંકે, મારા અને જેલેનાના સંબંધો ખુબ જ મજબૂત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.