ઝોન ૭ની ટીમે ચોરને ઝડપી પાડ્યો

શહેરમાં ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે થોડા દિવસો અગાઉ આનંદનગર પોલીસની હદમાં આવતા કોફી કલ્ચર ખાતે થી ટેબ્લેટ, મોબાઇલ ફોન ઉપરાંત રોકડ રકમની ચોરીની ઘટના નોધાઇ હતી. આ કિસ્સા બાદ આનંદનગર પોલીસ ઉપરાંત ઝોન ૭ ની ટીમ પણ તપાસ ચલાવી રહી હતી. તપાસમાં મળેલા સીસીટીવી ફૂટેજ પરથી એક શખ્સની ઓળખ થઈ હતી.
દરમિયાન ઝોન ૭ના પીએસઆઇ વી જે જાડેજા આજે પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમીને આધારે એક શખ્સને અટકાવીને પૂછપરછ કરતાં ચોરીનો ભેદ ખૂલ્યો હતો. અને સજીયા ઉર્ફે લક્ષ્મણ મીણા રહે- રાજસ્થાન નામના આ શખ્સને ઝડપી પોલીસે ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સજીયા સામે મહારાષ્ટ્રમાં પણ ગુના નોધાયા હોવાનું જાણવા મળેલ છે.