ઝોમેટોમાંથી પિઝા મંગાવવું મહિલાને એક લાખ રૂપિયામાં પડયું
નોઈડામાં રહેનારી શ્વેતા નામની એક મહિલાએ ઓનલાઈન પિઝા મંગાવવો ભારે પડ્યો હતો
નોઈડા, શું તમે એક લાખ રૂપિયાનો પિજા ખાધો છે ? તમારો જવાબ હશે નહી. પરંતુ નોઈડાની એક મહિલાએ એક લાખ રૂપિયામાં પિઝા પડયો હતો. નોઈડામાં રહેનારી શ્વેતા નામની એક મહિલાએ ઓનલાઈન પિઝા મંગાવવો ભારે પડયો હતો. ઉલ્લેખનીય છે કે, તેમણે જે નંબરથી ફોન કરીને પિજા મંગાવ્યો હતો.
એ નંબર થકી તેમના એકાઉન્ટમાંથી છેતરપીંડી થઈ એક લાખ રૂપિયા ઉઠાવી લીધા હતા. સાઈબર ફોડની શિકાર બનેલી નોઈડાની મહિલા શ્વેતાનો આરોપ છે કે તેમને ઓનલાઈન ફૂડ સર્વિસ આપનારી કંપની ર્ઢદ્બર્ટ્ઠંનાકસ્ટમર કેર નંબર ઉપર ફોન કરીને પિઝા બુક કરાવ્યો હતો. જેના પૈસા પણ ચૂકી દીધા હતા. ત્યારબાદ તરત જ તેમના યુપીઆઈ ખાતામાંથી ૧ લાખ રૂપિયા ઉપડી ગયા હતા.
શ્વેતાએ આરોપ લગાવ્યો છે કે જે યુપીઆઈ ખાતાથી છેતરપિંડી કરી પૈસા ઉપાડી લીધા હતા. જે ઝોમેટોની એપ સાથે લિંક કરીને તેના જણાવ્યા પ્રમાણે ઝોમેટોના કસ્ટમર કેયરની તરફથી પોતાના ઓર્ડરથી સંતુષ્ટ નહોતી એટલે રિફન્ડના પૈસા પાછા મેળવવા માટે એક લિંક મોકલી હતી તેમણે જેવી જ એ લિંક ઉપર Âક્લક કર્યું કે તેમના યુપીઆઈ ખાતું હેક થયું ત્યારબાદ બે દિવસનીઅંદર એક લાખ રૂપિયા ઉપડી ગયા.
ત્યારબાદ જાણકારી મળી હતી કે જે નંબર ઉપર તેમણે કોલ કર્યો હતો એ નંબરથી ઝોમેટોને કોઈ લેવા દેવા નથી. પહેલા પિઝાના પૈસા કપાયા અને પછી એક લાખ રૂપિયા ઉપડી ગયા બાદ શ્વેતાએ પેટીએમના ગ્રાહક સેવા અધિકારીને ફોન કર્યો કારણ કે તેમણે પેટીએમ થકી યુપીઆઈથી જાડાયેલા પોતાના ખાતામાંથી પેમેન્ટ કર્યું હતું. શ્વેતાએ બેન્કમાં પણ આ છેતરપિંડીની જાણકારી આપી હતી ત્યારબાદ બેન્કે જણાવ્યું કે ઉપાડેલા પૈસા ૮-૯ બેન્કોના ખાતામાંથી મોકલવામાં આવ્યા છે. પીડિતાએ માહિતી આપ્યા બાદ બેન્કે આ બધા ખાતાઓને બ્લોક કરી દીધા હતા. ત્યારબાદ શ્વેતાને વિશ્વાસ અપાવ્યો હતો કે તપાસ બાદ જા તેમનો દાવો સાચો નીકળશે તો તેમને પૈસા પાછા આપવામાં આવશે. (એન.આર.)