ટગ ઓફ વોર ટુર્નામેન્ટમાં કેબીએસ એન્ડ નટરાજ કોલેજ ચેમ્પીયન બની
(પ્રતિનિધિ)વાપી : ચણોદ કોલોની સ્થિતિ કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રમવાની તાલીમ પણ આપવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત ઈન્ટર કોલેજ ટગ ઓફ વોર ટુર્નામેન્ટ એસ.ડી.જૈન કોલેજ, સુરત ખાતે યોજાઈ હતી. જેમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજામાંથી ૨૨ કોલેજાએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં કે.બી.એસ.કોલેજ રનર્સ-અપ રહી કોલેજનું નામ યુનિવર્સિટીમાં રોશન કર્યું છે. ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ કોલેજનો વિદ્યાર્થી દુબે વિજયનું ઇન્ટર યુનિવર્સિટી ખાતે રમતમાં ભાગ લેશે. આ તમામ પ્લેયરોને તાલીમ તેમજ માર્ગદર્શન શારીરિક શિક્ષણના મદદનીશ પ્રધ્યાપક ડો.મયુર પટેલે પુરુ પાડ્યું હતું. આમ કોલેજ ટગ ઓફ વોર ટુર્નામેન્ટ ચેમ્પીયન બની કોલેજનું નામ રોશન કરવા બદલ બધા ટ્રસ્ટીગણે તેમજ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો.પૂનમ બી ચૌહાણે વિદ્યાર્થીઓનો અભિનંદન આપી જીવનમાં આગળ વધી કોલેજનું નામ હજુ પણ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.*