ટનલમાં ફસાઈને એવું લાગ્યું કે અહીં મરી જઈશું : મજૂરો

જાેશીમઠ: ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા પછી આવેલા ભીષણ પૂરએ ખૂબ જ નુકસાની વેઠી હતી. આ દરમિયાન તપોવનમાં એક ભૂમિગત સુરંગમાં કામ કરી રહેલા અનેક મજૂરો કાટમાળમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતાં. રવિવારે સવારે ૧૦ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી મજૂર સુરંગમાં જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરતા રહ્યાં. દરેકના મનમાં એ જ વાત હતી કે આજે તો તેમનું જીવન અહીં જ પૂરું થઈ જશે.
મજૂરોએ જીવતા રહેવાની દરેક આશાઓ છોડી હતી. જાેકે, મોબાઈલ ફોનના નેટવર્કે તેમનો જીવ બચાવ્યો હતો. દેવદૂત બનીને આવેલા આઈટીબીપીના જવાનોએ તેને સકુશળ બહાર નીકાળ્યા હતાં. હકીકતમાં, ભૂમિગત સુરંગમાં ફસાયેલા રહેવા દરમિયાન એક મજૂરે જાેયું કે તેના મોબાઈલ ફોનનું નેટવર્ક કામ કરી રહ્યું છે. તેણે તાત્કાલીક પોતાના અધિકારીઓને ફોન લગાવ્યો અને સમગ્ર સ્થિતિ વિશે જાણકારી આપી હતી. આ દુર્ઘટનામાં બચી ગયેલા તપોવન વીજળી પરિયોજનાના લાલ બહાદુરે જણાવ્યું કે,
‘અમે લોકોના અવાજાે સાંભળ્યા હતાં. જે ચીસો પાડીને અમને સુરંગની બહાર આવવા માટે કહી રહ્યાં હતાં. જાેકે, એ પહેલા કે અમે કશું કરી શકીએ, પાણી અને કીચડની જાેરદાર લહેર અચાનક જ અમારા પર તૂટી ગઈ હતી.’ તેમણે જણાવ્યું કે, આઈટીબીપીએ તેમને અને તેમના ૧૧ સાથીઓને ભૂમિગત સુરંગથી બચાવ્યા હતાં. તો, નેપાળના રહેવાસી વસંતે જણાવ્યું કે, ‘અમે સુરંગમાં ૩૦૦ મીટર અંદર હતાં. જ્યારે પાણીની અંદર હતાં.
ચમોલીના ઢાક ગામના નિવાસી એક અન્ય શ્રમિકે જણાવ્યું કે તેઓ બસ કોઈ રીતે સુરંગની બહાર પહોંચવાની કોશિશ કરી રહ્યાં હતાં.’ હોસ્પિટલમાં સારવાર હેઠળના એક વ્યક્તિએ જણાવ્યું કે, ‘અમે આશા છોડી દીધી હતી.
જાેકે, પછી અમને રોશની જાેવા મળી અને શ્વાસ લેવા માટે હવા મળી અચાનક જ અમારામાંથી એક વ્યક્તિએ જાેયુ કે તેના મોબાઈલમાં નેટવર્ક આવી રહ્યું છે. તેણે મેનેજમેન્ટના સ્થાનીક અધિકારીઓને ફોન કરીને અમારી સ્થિતિ વિશે જણાવ્યુ હતું.’ અધિકારીઓએ કહ્યું કે યોજનાના મેનેજમેન્ટ અધિકારીઓને જાણ કરવામાં આવી. જેણે આઈટીબીપીને તાત્કાલીક જાણ કરી હતી.