Western Times News

Gujarati News

ટનલ પાસે રેસ્ક્યૂ ઓપરેશન, સ્નિફર ડોગની મદદ લેવાઇ

ચમોલી, ગઇકાલે ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં ભારે તબાહી મચી છે. અહીં પાણીના પ્રવાહમાં પાવર પ્લાન્ટ, પુલ અને ઘરોથી માંડીને ઘણા લોકો પણ તણાઇ ગયા છે. અત્યાર સુધી ૧૫ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે ૨૦૦થી વધુ લોકો ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે સ્થાનિક તંત્ર, સેના અને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ ચાલી રહ્યું છે.

આ દૂર્ધટનામાં લગભગ ૨૦૩ લોકો ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ૧૫ મૃતદેહ મળ્યા છે. તપોવનની નાની ટનલમાં રેસ્ક્યૂ કરી ૧૨ લોકોને સલામત રીતે બચાવવામાં આવ્યા છે. જ્યારે મોટી ટનલમાં કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. આર્મી સહિત એજન્સીઓ સતત બચાવ કામગીરી કરી રહી છે. જાે કે, આ ટનલ લગભગ બે કિમી લાંબી છે અને હાલ લગભગ ૧૦૦થી ૨૦૦ મીટર સુધીનો જ માર્ગ સાફ થયો છે. તપોવન ટનલ પાસે આઇટીબીપીનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અહીં સ્નિફર ડોગની મદદ લેવાઇ રહી છે. સોમવારે સવારે ઉત્તરાખંડમાં વાયુસેના રેસ્ક્યૂ ઓપરેશનમાં જાેડાઇ છે. સાથે જ દેહરાદૂનથી પણ જાેશીમઠ માટે જવાનોને મોકલવામાં આવી રહ્યાં છે.

કહેવાઇ રહ્યું છે કે, એક સુરંગમાં લગભગ ૩૦ લોકો ફસાયેલા છે. જ્યારે ૩૦૦ જવાનો દ્વારા ટનલ સાફ કરવામાં આવી રહી છે. સ્થાનિક તંત્રનું કહેવું છે કે, લગભગ ૧૭૦ લોકો ગુમ છે. જ્યારે ગઇકાલે ૧૨ લોકોને બચાવવામાં આવ્યા હતા, તે એક બીજી ટનલ હતી.

બીજી બાજુ, ચમોલી પાસે રૈની ગામમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અહીં ઋષિ ગંગા પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.