ટપાલ ટીકીટમાં સ્થાન મળવાની સાથે રાણીના મહેલમાં સાઉન્ડ એન્ડ લાઈટ શાૅને પણ મંજુરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,: અમદાવાદ સહિત વિશ્વભરમાં નામના ધરાવનાર વર્લ્ડ હેરીેટેઝ સાઈટ સરખેજ રોઝાને ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા ૭૪ માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશના પાંચ ઐતિહાસિક, ધાર્મિક અને સામાજીક સાસ્કૃતિક વિરાસતની પોસ્ટલ ટીકીટને સ્થાન આપવામાં આવ્યુ છે. જે અમદાવાદ સહિત સૌ કોઈ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે તે સાથે જ સરખેજ રોઝાના રાણીના મહેલ પાસે સાઉન્ડ એન્ડ લાઈટ શો ના પ્રોજેક્ટને પણ મંજુર કરાયો છે.
કેન્દ્ર સરકારે નેશનલ હેરીટેઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન મારફતે સાઉન્ડ એન્ડ લાઈટ શો નો પ્રોજેક્ટ સરખેજ રોઝાના રાણીના મહેલના મોન્યુમેન્ટસ પાસે મંજુર કરેલ છે. સરખેજ રોઝા સાઉન્ડ એન્ડ લાઈટ શોનો પ્રોજેક્ટ પ્રાપ્ત કરનાર ગુજરાતમાં પ્રથમ મોન્યુમેન્ટ છે. જેની કામગીરી પણ ૭૪માં સ્વતંત્ર દિનથી શરૂ કરી દેવામાં આવેલ છે.