Western Times News

Gujarati News

ટપાલ વિભાગ દ્વારા રાખડીને સમયસર પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા

અમદાવાદ,  ભારતીય ટપાલ વિભાગને અપેક્ષા છે કે રક્ષાબંધનના શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ટપાલ પ્રાપ્ત થશે. જે અતર્ગત ગુજરાતની મોટી પોસ્ટઓફિસમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોસ્ટઓફિસમાં કાઉન્ટર એરિયામાં ટ્રે મૂકવામાં આવી છે કે જ્યાં જાહેર જનતા તેમની રાખડીઓ પોસ્ટ કરી શકે છે. જાહેર જનતાને નીચે જણાવેલ પ્રમાણે સુવિધાનો લાભ લેવા અને સહકાર આપવા વિનંતી છે :

ક) રાખડીઓના બુકિંગ માટે તમામ પોસ્ટઓફિસમાં સ્પીડ પોસ્ટ સુવિધા ઉપલબ્ધ છે કે જેની માહિતી www.indiapost.gov.in પરથી ઓનલાઈન મેળવી શકાય છે. સ્પીડ પોસ્ટનો વન ઇન્ડિયા વન રેટ કે જે 50 ગ્રામ સુધીના રૂ.41/- છે અને સ્થાનિક સ્પીડ પોસ્ટનો દર 50 ગ્રામ સુધીના રૂ.19/- છે. ગ્રાહકો એન.એસ.એચ., શાહીબાગ, અમદાવાદ-380004 અને અમદાવાદ આર.એમ.એસ., પ્લેટફોર્મ નંબર 1 કાલુપુર રેલવે સ્ટેશન, અમદાવાદ-380002 પર ઉપલબ્ધ 24 કલાકની સ્પીડપોસ્ટ સુવિધાનો ઉપયોગ પણ કરી શકે છે.

ખ) જો ગ્રાહકો અનરજીસ્ટર્ડ મેઇલ દ્વારા રાખડી મોકલવી હોયતો પિનકોડ સાથેનું સંપૂર્ણ સરનામું કવર પર લખવું કે જેમાં 20 ગ્રામ વજન સુધી ઓછામાં ઓછી રૂ. 5/- (ફક્ત પાંચ રૂપિયા) ની ટપાલ ટિકીટ લગાવવી. ગ) ગ્રાહકોને સમયસર રાખડી પહોંચાડવા માટે રાખડીવાળા કવરને વહેલાસર પોસ્ટ કરવા વિનંતી છે.

ઘ) ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે પોસ્ટ કરતા પહેલાં રાખડી મુકેલુ પરબિડીયું યોગ્ય રીતે બંધ છે કે નહી તેની ચકાસણી કરી લેવી. વધુ માહિતી માટે કૃપા કરીને ફોન નંબર 079-25504943 પર સંપર્ક કરો અથવા www.indiapost.gov.in પર લોગ ઇન કરો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.