Western Times News

Gujarati News

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

e-learning software for postman

પ્રતિકાત્મક

ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સબંધી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રી એ.કે. નવાડે, સહાયક નિદેશક ડાક સેવા (એસ. & આઈ.), કંપ્લેઇન્ટ સેક્સન, પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર),  સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-340004ને  મોડામાં મોડી તારીખ 15.01.2021 (શુક્રવારે) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવિષ્ટ ના હોવો જોઈએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.