ટમેટાના ભાવ તળિયે જતા અરવલ્લીના ખેડૂતોએ ખેતરમાંથી છોડ પરથી ટામેટા ઉતારવાનું બંધ કરી દીધું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/014-1024x567.jpeg)
અરવલ્લી જિલ્લામાં ટામેટાનું મબલક ઉત્પાદન વચ્ચે ટામેટાના ભાવ તળિયે જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા અરવલ્લી જીલ્લામાં ટામેટાની ખેતી કરનાર ખેડૂતો પહેલા માવઠાના માર સહન કરી નુકશાની માંથી ઉભા નથી થયા ત્યારે ટામેટાના ભાવમાં ભાવમાં કડાકો બોલતા તળિયે પહોંચેલા ભાવથી ખેડૂતોની હાલત દયનિય બની છે
અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, તો હવે બાગાયતની ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે,, અરવલ્લી જિલ્લામાં ટામેટાનું મબલક ઉત્પાદન થતાં ખેડૂતોના ટામેટાના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો બેહાલ બન્યા છે મોડાસા તાલુકાના બોરડી કંપા સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ ટામેટાનું આશરે સો થી દોઢસો વિઘામાં વાવેતર થયું છે,
જેનું ખેડૂતોને મબલક ઉત્પાદન મળ્યું છે, પણ પૂરતા ભાવ ન મળતા હોવાને કારણે હવે ખેડૂતોએ ટામેટા ઉતારવાના બંધ કરી દીધા છે. ખેડૂતોનું એમ પણ કહેવું છે કે, થોડીઘણી કોરોના વાઈરસની પણ અસર જોવા મળી રહી છે, ગત વર્ષે સારો ભાવ અને વેચાણ પર સારૂ હતું, જો કે આ વર્ષે ટામેટાનું ઉત્પાદન સારૂ છે, પણ ટામેટાની ખરીદી કરવા કોઇ તૈયાર જ નથી. જેથી ખેડૂતોને દેવાના ડુંગર તળે દટાવવાનો વારો આવ્યો છે