Western Times News

Gujarati News

ટર્મ પ્લાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાબતો ધ્યાનમાં રાખો

કોવિડ-૧૯ મહામારીએ લોકોને વીમાનું મહત્વ સમજાવ્યું છે અને વધુને વધુ સંખ્યામાં લોકો વીમો ઉતરાવી રહ્યાં છે. સુરક્ષિત જીવન ઉપરાંત કરવેરાની બચત, અરજી કરવાની સરળ પ્રક્રિયા, વીમાકવચ વધારવામાં મદદરૂપ થઈ શકે એવી રાઈડર્સ સહિત વિવિધ લાભ ટર્મ પ્લાનને આકર્ષક વિકલ્પ બનાવે છે. જાે તમે ટર્મ વીમાયોજનાનો વિચારતા કરતાં હોય, તો તમારે ૫ પાંચ બાબતોનો વિચાર કરવો જાેઈએ, જે અહીં રજૂ કરી છે.

(૧) ટર્મ વીમો ખરીદવાની જરૂર
ટર્મ વીમો સંપૂર્ણપણે જાેખમનું હસ્તાંતરણ કરવાનું માધ્યમ છે. અહીં તમને એ પ્રશ્ન જરૂર થાય કે- જાે તમારું મૃત્યુ થાય, તો તમારી ભવિષ્યની આવકના નુકસાનથી તમારી આશ્રિય વ્યક્તિ પર નાણાંકીય અસર થશે ? જાે તમે તમારા પર નાણાંકીય રીતે નિર્ભર પરિવારજનો ધરાવતા હશો, તો તમને જવાબ મળી જશે.

પર્યાપ્ત ટર્મ વીમાકવચ આવકના મુખ્ય સ્ત્રોત સમાન વ્યક્તિના અકાળે અવસાનના સ્થિતિસજાેગોમાં તમારા આશ્રિતોની પર્યાપ્ત નાણાંકીય સુરક્ષા કરવાનું એક અસરકારક માધ્યમ છે.

૨. વીમાકવચની રકમનો નિર્ણય
તમારા ટર્મ વીમાકવચની રકમનો નિર્ણય તમારી વર્તમાન આવક છે. મોટાભાગના નાણાંકીય આયોજકો સંમત છે કે, મૂળભૂત વીમાકવચની રકમ આદર્શ રીતે કરવેરાની ચુકવણી ૧૦થી ૨૦ વર્ષ સુધી કવચ પ્રદાન કરવી જાેઈએ.

તમારા ટર્મ વીમાકવચની રકમનું બીજું પાસું લક્ષ્યાંકની સુરક્ષા હશે. અથવા તમારા નાણાંકીય લક્ષ્યાંકો પૂર્ણ કરવા પર્યાપ્ત વીમાકવચ સુનિશ્ચિત કરવાનું છે, જેમ કે અનપેક્ષિત સ્થિતિસંજાેગો કે ઘટનામાં પણ તમારા બાળકના શિક્ષણ અને લગ્નનો લક્ષ્યાંક.

ત્રીજું, તમારે તમારી જવાબદારીઓને ગણતરીમાં લેવાની જરૂર છે. છેવટે કોઈ પણ પરિવારની ઘર કે કારની ખરીદી સાથે જાેડાયેલા ઈએમડીઆઈની ચુકવણી કરવાની ક્ષમતા ઘરની આવકના મુખ્ય સ્ત્રોત સમાન વ્યક્તિની સતત આવક પર નિર્ભર હોય છે. વીમાકંપનીઓની વેબસાઈટ પર વિવિધ ઓનલાઈન કેલ્ક્યુલેટર છે, જે તમને સરળતાપૂર્વક નિર્ણય લેવા માટે અસરકારક વીમાકવચ અને પ્રીમિયમની રકમ નક્કી કરવામાં મદદરૂપ થઈ શકે છે.

૩. તમારા વીમાપ્રદાતાનો વીમા પતાવટ રેશિયો
વીમાની પતાવટનો રેશિયો વીમાકંપનીની કામગીરીનુ મૂલ્યાંકન કરવા માટે સૌથી વિશ્વસનીય માપદંડો પૈકીનો એક માપદંડ છે. સરળ ભાષામાં કહીએ તો, દાવાની પતાવટનો રેશિયો વીમાકંપનીને ગ્રાહકો પાસેથી એક વર્ષમાં પ્રાપ્ત થયેલા દાવાની સામે કુલ ચૂકવણી કરેલા દાવાની ટકાવારી છે તમે વીમાકંપની પસંદ કરો એ અગાઉ કંપની દાવાની ચુકવણી કરવાનો સારો રેકોર્ડ ધરાવે છે એ સુનિશ્ચિત કરવા આ રેશિયો ચકાસો.

૪. કસ્ટમાઈઝ એડ-ઓન્સ
વ્યક્તિએ એની જરૂરિયાત અનુસાર એડ-ઓન્સ લેવા સજદારીભર્યાે નિર્ણય હોઈ શકે છે, જેમ કે ગંભીર બિમારીનું કવચ, વિકલાંગતાનું કવચ વગેરે, જે તમારા જીવનના વિવિધ તબક્કાની જરૂરિયાતો પર આધારિત હોય છે.

તમારી વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર તમારી ટર્મ વીમા પોલિસી બનાવવા તમને લાયકાત ધરાવતા વીમા સલાહકાર કે નાણાંકીય આયોજક મદદ કરી શકે છે, જેના પરિણામે વિસ્તૃત ટર્મ પોલિસી તમને મળશે, જે તમને તમારી જરૂરિયાતો પૂર્ણ કરતું કવચ આપશે.

૫. માહિતીની સચોટ જાણકારી
છેલ્લે ચેતવણી- યાદ રાખો કે, વીમો એની સમજૂતીમાં તમામ પક્ષો વચ્ચે સર્વાેચ્ય વિશ્વાસ પર આધારિત છે, જેમાં બંને પક્ષોએ પ્રામાણિકતાપૂર્વક તમામ જાણકારી આપવી પડે અને મહત્ત્વપૂર્ણ માહિતી ગુપ્ત રાખીને એકબીજાને ગેરમાર્ગે ન દોરાય. આ વાત સંભવિત વીમાધારક અને વીમાકંપની બંનેને સમાન રીતે લાગુ પડે છે.

ધુમ્રપાન કે શરાબની આદતો, કોઈ ખાસ બિમારીની ફેમિલી હિસ્ટ્રી, અથવા કાર્ડિયાક કે ડાયાબીટીસ જેવી અગાઉથી અસ્તિત્વ ધરાવતી બીમારી જેવી માહિતી છુપાવવી ન જાેઈએ. જાે તમે આવું કરશો, તો જ્યારે તમારો પરિવાર ગંભીર લાગણીજન્ય આઘાતમાંથી પસાર થતો હોય, ત્યારે તમારો દાવો નકારી કાઢવાની શક્યતાઓ વધી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.