ટાઇગર અને દિશા પટની ફરી એકવાર સાથે દેખાયા
મુંબઇ, ટાઇગર શ્રોફ અને દિશા પટની વચ્ચે સંબંધોને લઇને વારંવાર જુદા જુદા હેવાલ આવતા રહે છે. જો કે બંને સંબંધોને લઇને ક્યારેય કોઇ વાત કરતા નથી. જો કે વારંવાર સાથે પણ આ બંને નજરે પડે છે. જેથી તેમના પ્રેમ સંબંધોની ચર્ચા રહે છે. હવે ફરી એકવાર બંને એક સાથે નજરે પડ્યા છે. જેથી જુદી જુદી અટકળોનો વેગ મળ્યો છે. બંને ફેન્સને કપલ ગોલ્સ આપતા રહે છે. બંને રિલેશનશીપને લઇને ક્યારેય કોઇ વાત કરતા નથી. જા કે સાથે વારંવાર દેખાય છે. બંનેને કેટલીક વખત પપરાજી સપોટ કરે છે. કોઇ કાર્યક્રમમાં હાજરી અને કોઇ ફિલ્મ સાથે જાવા બંને સાથે પહોંચી જાય છે. હવે બંને વર્ક આઉટ બાદ અંધેરીના એક સાથે દેખાયા હતા. ટાઇગરે ફોટો માટે પોઝ આપ્યા હતા.
જો કે દિશા વહેલી તકે કારમાં બેસી જતી નજરે પડી હતી. આ પ્રસંગે ટાઇગર બ્લેક ટીશર્ટ અને પેન્ટમાં નજરે પડ્યો હતો. જ્યારે દિશા હમેંશાની જેમ સ્ટાઇલિસ્ટ અંદાજમાં નજરે પડી હતી. બંને ખુશાલ દેખાયા હતા. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો દિશા હાલમાં સલમાન ખાનની સાથે રાધે ફિલ્મમાં કામ કરી રહી છે. તે સલમાન સાથે જ તે પહેલા ભારત નામની ફિલ્મમાં પણ નજરે પડી હતી. હવે તેની પાસે વધુને વધુ સારી ફિલ્મો હાથમાં આવી રહી છે. બીજી બાજુ ટાઇગર શ્રોફ વોર ફિલ્મમાં નજરે પડ્યા બાદ હવે બાગી-૩ ફિલ્મમાં કામ કર રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપુર કામ કરી રહી છે. આ ફિલ્મ એક્શનથી ભરપુર રહેલી છે. તે હાલમાં સર્બિયામાં શુટિંગ કરીને પરત ફર્યો છે. દિશા મોહિત સુરીની મલંગ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. જેમાં તેની સાથે આદિત્ય રોય કપુર પણ કામ કરી રહ્યો છે. ટાઇગર અને દિશા વચ્ચેની મિત્રતા ખુબ જુની છે. બંનેની કેમિસ્ટ્રી ફિલ્મમાં પણ જાવા મળી ચુકી છે. દિશા સોશિયલ મિડિયા પર હમેંશા છવાયેલી રહે છે.