Western Times News

Gujarati News

ટાઇટને ‘TRAQ’ લોંચ કરીને ‘વેરેબ્લ્સ’ સેગમેન્ટમાં પોર્ટફોલિયો વધાર્યો

ભારતમાં ટાઇટને ડિઝાઇન કરેલી અને વિકસાવેલી સૌપ્રથમ પર્ફોર્મન્સ ગીઅર બ્રાન્ડ પ્રસ્તુત કરી

બેંગલોર: ભારતની સૌથી મોટી ઘડિયાળ બનાવતી કંપની ટાઇટને એની નવી સ્માર્ટ ફિટનેટ ગીઅર TraQ બાય ટાઇટન પ્રસ્તુત કરીને વેરેબલ કેટેગરીની અંદર એનો પોર્ટફોલિયો વધાર્યો છે. ટાઇટને સંપૂર્ણપણે વિકસાવેલી આ સૌપ્રથમ સ્માર્ટ ગીઅર TraQની ડિઝાઇન બેંગલોરમાં ડિઝાઇન સ્ટુડિયોમાં તૈયારી કરી હતી અને ભારતના ફિટનેસપ્રેમીઓ માટે ખાસ બનાવી છે.

આ ઘડિયાળો ત્રણ વેરિઅન્ટ – TraQલાઇટ, TraQ ટ્રાયએથ્લોન અને TraQ કાર્ડિયોમાં ઉપલબ્ધ છે. TraQ પ્રો ઘડિયાળો વિવિધ રોમાંચક ખાસિયતો ધરાવે છે, જે ફિટનેસપ્રેમીઓને તેમની સફરને વધારે સુવિધાજનક બનાવે છે, જેમાં ઇન-બિલ્ટ જીપીએસ, ટ્રાન્સફ્લેક્ટિવ ડિસ્પ્લે, ANT+ સક્ષમતા, હાર્ટ રેટ મોનિટરિંગ વગેરે સામેલ છે.

બ્રાન્ડની પ્રો વોચ રનિંગ, સાઇકલિંગ અને સ્વિમિંગ મોડ્સ સાથે વિવિધ સ્પોર્ટમાં ઉપયોગી છે. વળી TraQ એપ અદ્યતન પર્ફોર્મન્સ ડેટા આપે છે, ચાલવા-દોડવાની ઝડપ માપવામાં, ફિટનેસ લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં, મિત્રો સાથે જોડવામાં પણ ઉપયોગી થાય છે. આ એપ ગૂગલ પ્લેસ્ટોર કે એપલ એપસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે.

આ બ્રાન્ડને પ્રસ્તુત કરવાની જાહેરાત કરતાં ટાઇટન કંપની લિમિટેડના વોચિસ ડિવિઝનના સીઇઓ સુપર્ણા મિત્રાએ કહ્યું હતું કે, “વધુને વધુ ભારતીયો રનિંગ, સાઇકલિંગ અને સ્વિમિંગ જેવા સ્પોર્ટ્સમાં સક્રિય થઈ રહ્યાં છે, જેનો ઉદ્દેશ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવાનો છે.

રોગચાળાએ આ આ સ્પોર્ટ્સમાં ટ્રેકિંગ પર્ફોર્મન્સ માટેના ઉપકરણ માટેની માગમાં વધારો કર્યો છે. જ્યારે બજારમાં ઘણી સ્પોર્ટ્સ એક્સેસરીઝ બ્રાન્ડ છે, ત્યારે બહુ ઓછી કંપનીઓ વિવિધ સ્પોર્ટ્સમાં પર્ફોર્મન્સ પર નજર રાખવાની સુવિધા આપે છે. એટલે અમે આ વધતી જરૂરિયાત પૂર્ણ કરવા પર્ફોર્મન્સ ગીઅરની નવી બ્રાન્ડ પ્રસ્તુત કરીને રોમાંચિત છીએ.”

TraQલાઇટ બ્રાન્ડની પ્રારંભિક એક્વિટી ઘડિયાળ છે. આ ડિજિટલ ઘડિયાળ ચેસ્ટ સ્ટ્રેપ સાથે આવશે, જે વપરાશકર્તાને હૃદયના ધબકારાનો દર સચોટતાપૂર્વક માપવાની તેમજ વર્કઆધારિત તાલીમ માટે હાર્ટ રેટ ઝોનનો ઉપયોગ કરવાની સુવિધા આપશે. ઘડિયાળ વ્યક્તિ માટે 25 ફિટનેસ રેકોર્ડ્સ પર નજર રાખવાની સુવિધા આપશે.

આ ઘડિયાળની કિંમત રૂ. 3,999 જેટલી વાજબી છે, જેની સાથે HRM ચેસ્ટ બેન્ડ આવે છે, જે તમારી ફિટનેસ સુધારવાની સફર શરૂ કરવા માટે આવશ્યક છે.

TraQ ટ્રાયએથ્લોન અને TraQ કાર્ડિયો ઘડિયાળો સ્માર્ટ કામગીરીઓ સાથે સજ્જ છે, જે કોઈ પણ જગ્યાએ પર્ફોર્મન્સ ટ્રેક કરવા, કોલ અને મેસેજ એલર્ટ આપવામાં, તાલીમ માટે જતા અગાઉ હવામાનની લેટેસ્ટ અપડેટ આપવામાં મદદરૂપ થાય છે.

વપરાશકર્તાઓ એલાર્મ, સ્ટોપવોચ અને ટાઇમર જેવી ઘડિયાળની ખાસિયતો સાથે દરેક કામ માટેનો સમય નક્કી કરી શકે છે તથા મ્યુસિક કન્ટ્રોલ ખાસિયત દ્વારા ઉચિત BPM ધરાવતા સંગીત સાથે તાલીમનો રોમાંચ અનુભવી શકે છે.

TraQ પ્રોઝ જીપીએસ સાથે 13 કલાક સુધીની ડિલિવરી સાથે એની કેટેગરીમાં શ્રેષ્ઠ બેટરી પણ ધરાવે છે અને એક્ટિવ HRM ડિસેબ્લ કરીને લગભગ અઠવાડિયા સુધી સ્ટેન્ડબાય મોડ પર રાખી શકે છે. આ ઘડિયાળો ઇનપુટ માટે 5 બટન ધરાવે છે, જે પ્રોટેક્ટિવ ગ્લોવ્સ કે પરસેવો ધરાવતી આંગળીઓ સાથે ઉપયોગ કરવામાં સરળ છે. પ્રોટેક્ટિવ ગ્લોવ્સ કે પરસેવો ધરાવતી આંગળીઓ સાથે ટચસ્ક્રીનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે.

ટાઇટન કંપની લિમિટેડનાં વેરેબ્લસના બિઝનેસ હેડ સોમપ્રભ સિંહે ઉમેર્યું હતું કે, “અમારી ટીમે વર્ષોથી ડિઝાઇનરો, ડેવલપર્સ અને વપરાશકર્તાઓ સાથે ખભેખભો મિલાવીને પર્ફોર્મન્સ ગીઅર બનાવવા કામ કર્યું છે, જે ભારતમાં સ્માર્ટ ફિટનેસ ગીઅરના નવા યુગની શરૂઆત કરશે. TraQ બાય ટાઇટન તમામ અવરોધો વચ્ચે ફિટનેસ જાળવવા સજ્જ લોકોના કાંડા માટે પર્ફોર્મન્સ ગીઅર આપવાની દિશામાં એક પગલું છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.