Western Times News

Gujarati News

ટાઇમ પર્સન ઓફ ધ યર ૨૦૨૧ બન્યા એલન મસ્કઃ કહ્યું- ધરતીની બહાર પણ એમનો પ્રભાવ

વોશિગ્ટન, ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા અને રોકેટ કંપની સ્પેસેક્સના સ્થાપક ઇલોન મસ્કનું નામ સોમવારે ટાઇમ પર્સન ઓફ ધ યર ૨૦૨૧ તરીકે જાહેર કરાયું હતું. અગાઉ આ ટાઇટલ અમેરિકન પ્રમુખ જાે બાઇડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસને આપવામાં આવ્યું હતું.

ધ હોલિવૂડ રિપોર્ટરના એડિટર-ઇન-ચીફ અને સીઇઓ એડવર્ડ ફેલ્સેનૃથલએ તેના એડિટર લેટરમાં મસ્કને પસંદ કરવા અંગે વાત કરી હતી. તેમણે લખ્યું હતું કે પર્સન ઓફ ધ યર તે વ્યક્તિ હોય જેનો પ્રભાવ હોવો જાેઈએ.

આજે પૃથ્વી પર મસ્ક જેવી વ્યક્તિ ગણીગાંઠી હશે. ૨૦૨૧માં મસ્ક ફક્ત સૌથી સમૃદ્ધ વ્યક્તિ તરીકે જ ઉભરી આવ્યા છે તેવું નથી પણ આપણા સમાજમાં પણ જે રીતના ફેરફારો થઈ રહ્યા છે તેના પ્રતીક તરીકે ઉભરી આવ્યા છે. વર્ષ ૨૦૨૧મમાં કરવામાં આવેલી જાહેરાત ટાઇમ માટે તેની પર્સન ઓફ ધ યર બ્રાન્ડનું વિસ્તરણ છે. આ ઉપરાંત તે એન્ટરટઇનર ઓફ ધ યર અને એથ્લીટ ઓફ ધ યર અને હીરોઝ ઓફ ધ યરની પણ તે જાહેરાત કરી ચૂકી છે.

સિંગર-સોંગ રાઇટર ઓલિવિયા રોડ્રિગો એન્ટરટેઇનર ઓફ ધ યર, જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સ એથ્લીટ ઓફ ધ યર અને વેક્સિન સાયન્ટિસ્ટસ અને મિરેકલ ઓફ એમઆરએનએ હીરોઝ ઓફ ધ યર બન્યા છે.૨૦૧૮માં સેલ્સફોર્સના સીઇઓ માર્ક બેનિઓફ અને તેમની પત્ની લિની બેનિઓફે હસ્તગત કર્યા પછી ટાઇમ નવી કેટેગરીઓમાં વિસ્તરણ કરી રહ્યું છે. ૨૦૧૯માં ટાઇમે તેના ટાઇમ હન્ડ્રેડ લિસ્ટનું મોટી ઇવેન્ટમાં વિસ્તરણ કર્યુ હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.