ટાઇલ્સ કટરથી બાળકોનાં ગળાં કાપ્યાં, પછી પોતે અને પત્નીએ ઝેર પીધું

ભોપાલ, મધ્યપ્રદેશમાં ભોપાલના મિસરોદ ક્ષેત્રમાં આત્મહત્યા અને હત્યાનો ગંભીર કેસ સામે આવ્યો છે. અહીં શનિવારે સિવિલ એન્જિનિયરે પહેલા પોતાના બાળકોના ગળાં ટાઈલ્સ કટરથી કાપ્યા અને પછી પોતે અને પત્નીએ ઝેર પી લીધું. આ ઘટનામાં એન્જિનિયર પિતા અને તેમના પુત્રનું મોત નીપજ્યું છે. પુત્રી અને પત્નીની સ્થિતિ હાલત ખૂબ જ ગંભીર છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટના પાછળનું કારણ આર્થિક તંગી હોવાનું જણાઈ રહ્યું છે.
મિસરોદ પોલીસ અનુસાર, રવિ ઠાકરે(૫૫) પરિવાર સાથે ૧૦૨ મલ્ટી સહારા એસ્ટેટમાં રહે છે. પરિવારમાં પત્ની રંજના ઠાકરે(૫૦), પુત્ર ચિરાગ ઠાકરે(૧૬) અને પુત્રી ગુંજન ઠાકરે(૧૪) છે. જાણકારી અનુસાર, શનિવારે સવારે ૭ વાગ્યે ઝેર ખાધા પછી રંજના પડોશી અજય અરોરાના ઘરે પહોંચી. અજયને તેમણે પૂરી કહાની બતાવી. અજયે આ સાંભળ્યા પછી તાત્કાલિક પોલીસને સૂચના કરી છે.
સૂચના પર એસપી સાંઈ કૃષ્ણા, એએસપી રાજેશ ભદોરિયા, એસડીઓપી અમિત મિશ્રા અને મિસરોદ પોલીસ અધિકારી નિરંજન શર્મા ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં જાેયુ તો દરવાજાે અંદરથી બંધ હતો. દરવાજાે તોડીને જાેયું તો રૂમમાં રવિ બેભાન પડ્યા હતા. તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. એ પછી રંજના પણ બેભાન થઈ પડી ગઈ હતી. ચિરાગ અને ગુંજન લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા.
પોલીસે ચારેયને તાત્કાલિક હોસ્પિટલ મોકલ્યાં, જ્યાં ડોક્ટરોએ રવિ અને ચિરાગને મૃત જાહેર કર્યા અને ગુંજન અને રંજનાની સ્થિતિ હજી પણ ગંભીર છે.ઘટનાસ્થળે લોહીલુહાણ સ્થિતિમાં ટાઈલ્સ કટર પણ મળી આવ્યું. પોલીસને સંભાવના છે કે પહેલા રવિ અને રંજનાએ ઝેર પીધું અને તેના પછી એન્જિનિયરે કટરથી પુત્ર-પુત્રીનાં ગળાં નાખ્યાં હશે. હાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.
જાણકારી અનુસાર, રવિ ગોવિંદપુરામાં નજીકની કંપનીમાં સિવિલ એન્જિનિયરનું કામ કરતો હતો. લોકડાઉનમાં નોકરી છૂટી ગઈ હતી. રંજના પણ બ્યુટી પાર્લર ચલાવતી હતી, પરંતુ તેમનું પણ કામ બંધ થઈ ગયું હતું. આ કારણે ૮ મહિનાથી તેઓ ડિપ્રેશનમાં હતાં. ચિરાગ અને ગુંજન ભણી રહ્યા હતા. પડોશીઓનું કહેવું છે કે તેમની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. નાની-નાની વાતોમાં ઘરમાં ઝઘડા થતા હતા અને ઘણીવાર તો પથ્થર પણ ફેંકતા હતા. તેમનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો.
સ્થિતિ ખરાબ હોવાને કારણે તેમના પિયરવાળા તેમને ઘરે લઈ ગયા હતા, પરંતુ ૬ મહિના પહેલાં તે પરત આવી ગઈ. પાડોશીઓનું કહેવું છે કે વહેલી સવારે બાળકોની ચીસોનો અવાજ પણ સાંભળેલો પણ તેમણે ધ્યાન ના આપ્યું. સવારે મોડા સુધી કોઈ ઊઠ્યું નહિ ત્યારે ઘટનાની જાણ થઈ હતી.HS