ટાઈગરનો કૃષ્ણા શ્રોફ સાથેે નવો મ્યૂઝિક વીડિયો રિલીઝ
મુંબઈ: બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પણ તેની જેમ જ ફિટનેસ ફ્રીક છે. અને સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. કૃષ્ણાએ હાલમાં જ લોકોને મોટી સરપ્રાઇઝ આપવાનો વાયદો કર્યો હતો. અને હવે જ્યારે તે સરપ્રાઇઝ પરથી પડદો ઉઠી ગયો છે. હાલમાં જ તેણે મ્યૂઝિક વીડિયો ‘કિન્ની કિન્ની વારી’ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યું છે.
તેની તસવીરોની જેમ જ કૃષ્ણા આ વીડિયોમાં ઘણી જ ગ્લેમરસ નજર આવી રહી છે. વીડિયોમાં કૃષ્ણાની અદાઓ જાેયા બાદ દિશા પટની ખુદને કમેન્ટ કરતાં રોકી ન શકી.
કૃષ્ણા શ્રોફનો આ પહેલો મ્યૂઝિક વીડિયો ‘કિન્ની કિન્ની વારી’ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેની તસવીરોની જેમ કૃષ્ણા આ વીડિયોમાં ઘણી ગ્લેમર્સ નજર આવી રહી છે. આ વીડિયોમાં મ્ય્મ્દ્ગય્ મ્યૂઝિક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કૃષ્ણાની સાથે જન્નત જુબૈર, નગમા, રાજ શૂકર અને તન્વી પણ નજર આવે છે.
મ્યૂઝિક વીડિયોમાં કૃષ્ણા તેનાં બોસ લેડી અવતારમાં નજર આવી રહી છે. વીડિયોમાં વૂમનહૂડ સેલિબ્રેટ કરવામાં આવ્યું છે. કૃષ્ણાએ તેનાં સોશિયલ મીડિયા પર વીડિયો રિલીઝ થયાની માહિતી આપી છે.
ટાઇગર શ્રોફની બહેનનો આ વીડિયો જાેઇ એક્ટ્રેસ દિશા પટની કમેન્ટ કરતાં રોકી ન શકી, તે લખે છે કે, ‘વો હો… માર હી ડાલા કિશૂ…’ ગીતની વાત કરીએ તો, તેને રાશિ સૂદે ગાયુ છે અને તેનાં લિરિક્સ દિલજાેત માવીએ લખ્યાં છે.
આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર કૃષ્ણાનો બોલ્ડ અંદાજ ફેન્સને ખુબજ ગમી રહ્યો છે. કૃષ્ણા ઘણી વખત તેની બોલ્ડ તસવીર અને વીડિયો શેર કરી છે. કૃષ્ણા તેનાં જિમિંગ અને વર્કઆઉટની તસવીરો અને વીડિયો પણ શેર કરે છે. તે જિમચેનની ઓનર છે. યાદ અપાવી દઇએ કે, થોડા સમય પહેલાં કૃષ્ણા તેનાં બ્રેકઅપને કારણે ચર્ચામાં હતી.