ટાઈગરે હાલ તેના કામ સાથે લગ્ન કરી લીધા છે : જેકી શ્રોફ
મુંબઈ: ટાઈગર શ્રોફ અને દિશા પાટની ઘણીવાર તેમના રોમાન્સને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ કપલ હંમેશા તેમના રિલેશનશિપ અંગે હોઠ સીવીને રાખે છે. ડિનર ડેટ્સથી લઈને સિક્રેટ હોલી ડે સુધી-કપલ હંમેશા તેમના પ્રેમને લાઈમલાઈટથી દૂર રાખવામાં સફળ રહે છે. ટાઈગર અને દિશા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ત્યારે હાલમાં જેકી શ્રોફે બંનેના રિલેશનશિપ અંગે અને મેરેજ પ્લાન્સ વિશે વાત કરી હતી. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં એક્ટરે કહ્યું કે, ટાઈગરે હાલ તેના કામ સાથે લગ્ન કરી લીધા છે. મને નથી લાગતું કે તે ડિફોકસ થઈ રહ્યો છે કારણ કે એકવાર જ્યારે તે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો તેની પાસે ફોકસ જેવું લેઝર હોય છે. જાે તે લગ્ન કરશે તો મને જાણ છે કે તે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. દિશા પાટની ઘણીવાર ટાઈગરની બહેન ક્રિષ્ના સાથે હેન્ગઆઉટ અને વર્કઆઉટ કરતી જાેવા મળે છે.
ટાઈગર અને દિશાના રિલેશનશિપ વિશે વાત કરતાં ક્રિષ્નાએ કહ્યું હતું કે, તેઓ ખૂબ સારા મિત્રો છે. તેઓ ઘણી રીતે સમાન છે અને વધારે સામાજિક નથી. તેથી જ બંને અવારનવાર એકબીજા સાથે સ્પોટ થતાં રહે છે. આજે (૨ માર્ચ) ટાઈગરનો બર્થ ડે છે ત્યારે એક્ટર દિશા, ક્રિષ્ના અને મમ્મી આયેશા શ્રોફ સાથે પ્રી-બર્થ ડે ડિનર લેતો જાેવા મળ્યો હતો.
ટાઈગર શ્રોફે ફિલ્મ હિરોપંતીથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેની સાથે ક્રીતિ સેનન હતી. ક્રીતિ સેનની પણ આ ડેબ્યૂ ફિલ્મ હતી. ફિલ્મમાં બંનેની જાેડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બોક્સઓફિસ પર પણ ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ સિવાય તે અ ફ્લાઈંગ જેટ, બાગી ૩, સ્ટુડન્ટ ઓફ ધ યર તેમજ વોરમાં જાેવા મળ્યો હતો.