ટાઈગર શ્રોફને મળવા પહોંચેલી ફેન થઈ બેભાન

મુંબઈ, ટાઈગર શ્રોફની હીરોપંતી-૨ રિલીઝ થવા માટે એકદમ તૈયાર છે. ત્યારે ટાઈગર શ્રોફ અને એક્ટ્રેસ તારા સુતરિયા ફિલ્મના પ્રમોશન માટે વ્યસ્ત છે. તાજેતરમાં જ ટાઈગર શ્રોફ અને તારા સુતરિયા બંને ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેમની એક ફેન લાઈમ લાઈટમાં આવી હતી. ખરેખરમાં વાત એવી છે કે, ટાઈગર શ્રોફની જબરી ફેન એક્ટરને પોતાની સામે જાેઈને લગભગ બેભાન જ થઈ ગઈ હતી.
એ પછી આ મહિલા ફેનને પાણી પીવડાવવામાં આવ્યું હતું અને એ પછી કેટલાંક લોકો આ ફેનને પકડીને સ્ટેજ સુધી એક્ટર પાસે લઈ ગયા હતા. આ ઘટનાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં દેખાય છે તેમ, ભારે ભીડ વચ્ચે ટાઈગર શ્રોફની ફિમેલ ફેનની આસપાસ કેટલીક લેડી બાઉન્સર્સ નજરે પડી રહી છે. તેઓએ આ ફિમેલ ફેનને પકડી રાખી છે.
આ ફેન બેભાન થઈ જતા મહિલા બાઉન્સર્સ તેને પાણી પીવડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ફેન એક્ટર સાથે મુલાકાત કરવા માટે ભીડને ઈશારો કરી રહી છે. ઈવેન્ટ દરમિયાન કેમેરામાં ટાઈગર શ્રોફ અને તારા સુતરિયાની જગ્યાએ આ ફેન મુવમેન્ટ કેપ્ચર થઈ ગઈ હતી.
જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એ પછી આ ફેનને ફિલ્મ સાથે સંકળાયેલા ક્રૂ અને બાઉન્સર્સ સ્ટેજ સુધી ટાઈગર શ્રોફની પાસે લઈ જાય છે. ટાઈગર શ્રોફ આ ફિમેલ ફેનને જાેતાં જ તેને ગળે લગાવે છે અને જાેતજાેતામાં જ ત્યાં હાજર તેના ફેન્સ ચીયર્સ કરવા લાગે છે. મહત્વનું છે કે, હીરોપંતી-૨માં ટાઈગર શ્રોફ અને તારા સુતરિયા લીડ રોલમાં છે.
અહમદ ખાન નિર્દેશિત આ ફિલ્મ ટાઈગર શ્રોફની બોલીવૂડ ડેબ્યૂ હીરોપંતી જે ૨૦૧૪માં રિલીઝ થઈ હતી તેની સિક્વલ છે. ફિલ્મની ફર્સ્ટ લૂક પોસ્ટ ફેબ્રુઆરી ૨૦૨૦માં સામે આવી હતી. આ ફિલ્મમાં એ.આર.રહેમાને મ્યૂઝિક આપ્યું છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને તારા સુતરિયા સિવાય અમૃતા સિંહ પણ છે. આ ફિલ્મ ૨૯ એપ્રિલના રોજ રિલીઝ થવા જઈ રહી છે.SSS