મોડાસા પોલીસને નાકે દમ લાવી દેનાર બિલ્લા ગેંગના ત્રણ સાગરીતો દબોચ્યા : ૩૮ હજારનો મુદ્દામાલ જપ્ત
ભિલોડા: મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારો સહીત અન્ય જીલ્લામાં ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપતી બિલ્લા ગેંગ નો મુખ્ય આરોપી હુસેન ઉર્ફે બિલ્લો યાસીન ભટ્ટી પ્રાંતિજ પોલીસે ચોરીના ગુન્હામાં ઝડપી પાડતા મોડાસા ટાઉન પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે યુક્તિ પ્રયુક્તિ કરી પૂછપરછ કરતા તેના અન્ય બે સાગરીતોને દબોચી લઈ મોડાસા ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરી અને મારામારીના ૪ ગુન્હાનો ભેદ ઉકેલી ૩૮ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા ટાઉન પીઆઈ એન.કે.રબારીના માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્કોડની ટીમે પ્રાંતિજ પોલીસે ઘરફોડ ચોરીમાં ઝડપેલા હુસેન ઉર્ફે બિલ્લો યાસીન ભટ્ટીને ટ્રાન્સફર વોરંટના આધારે લઈ આવી આગવી ઢબે પૂછપરછ કરતા તેના સાગરીત રાજેશભાઈ ઉર્ફે રજુ ઉર્ફે મગો અમરત જોધાજી તરાર ( રહે,ઓઢા -શીણાવાડ) ને ઝડપી પાડી બંનેની પૂછપરછમાં રામજી શિવાજી તરારનુ નામ ખુલતા રામાજી શિવાજી તરારને મોડાસા પવનસીટી નજીકથી પસાર થતો દબોચી લઈ ત્રણે આરોપીઓ પાસેથી ચોરી કરેલ હોન્ડા એક્ટિવા,લેપટોપ, મોબાઈલ,અને એલ.ઈ.ડી ટીવી મળી કુલ રૂ.૩૮૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરેડી ગામે ૧૫ મહિના પહેલા થયેલ કરિયાણાની દુકાનમાં ઘરફોડ ચોરી ની મારામારીના ગુન્હામાં અને મોડાસા ટાઉનપોલીસ સ્ટેશનમાં વાહનચોરી અને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો મોડાસા ટાઉન પોલીસે ત્રણે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.