Western Times News

Gujarati News

ટાઉન પ્લાનર પાસેથી મળી ૮૧.૨૭ લાખની સંપત્તી, જપ્ત કરાઈ

(એજન્સી)અમદાવાદ, ટાઉન પ્લાનર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ હોય તેવી વ્યક્તિના હાથમાં શહેરનો વિકાસ કઈ રીતે કરો તેવી મહત્વની જવાબદારી હતી પરંતુ આ જવાબદારી સંભાળનારા નયન નટવરલાલ મહેતા તથા તેમના સાથી સંજય ખુમાનસિંહ હઠીલાએ તો શહેરના બદલે પોતાનો જ ગજબનો વિકાસ કરી નાખ્યો હતો.

નગર નિયોજકની કચેરીના આ બન્ને કર્મચારીઓ પાસેથી અધધ બેનામી સંપત્તિ મળી આવી છે. ટાઉન પ્લાનરના પાંચ લોકર ખોલવામાં આવ્યા તો તપાસ અધિકારીઓની આંખો પણ પહોંળી થઈ હતી. આ લોકરોમાંથી કિંમતી ધાતુઓ સહિત રોકડ રૂપિયા મળી આવ્યા છે.

ગાંધીનગરની નગર નિયોજકની કચેરીના ઈન્ચાર્જ ટાઉન પ્લાન તરીકે ફરજ બજાવતા નયન મહેતા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજય ખુમાનસિંહ હઠીલાને ૧૪ લાખ રૂપિયાની લાંચ લેવાના ગુનામાં રંગેહાથ ઝડપી પાડ્યા બાદ આ કેસમાં નવા ખુલાસા થયા છે.

જેમાં એસીબીએ આરોપીના ઘર તથા ઓફિસ અને લોકરોની તપાસ કરતા લાખોની ઉચાપાત સામે આવી છે. ટાઉન પ્લાનર નયન મહેતાના રિમાન્ડ દરમિયાન એસીબીએ તેમના તથા તેમની પત્ની અને બાળકોના પાંચ લોકર મળી આવ્યા છે. જેમાંથી ૨૪.૬૦ લાખ રૂપિયાની રોકડ સાથે સોના-ચાંદી અને પ્લેટીનમના ઘરેણા તથા કેનેડિયન ડૉલર મળીને ૮૧.૨૭ લાખ રૂપિયાની સંપત્તિ કબજે કરી છે.

ગાંધીનગરના શેરથામાં બે પ્લોટના પઝેશન માટેની અરજી પર કલેક્ટરે હુકમ કર્યા પછી તેના માપ લેવા માટે ગુડામાં રજૂઆત કરાઈ હતી. આ રજૂઆત પછી ફરિયાદની જમીનની માપણી તથા અભિપ્રાય માટે લાંચની માગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ આ અંગેની વાતચીતનું રેકોર્ડિંગ કરી લીધું હતું અને એસીબીનો સંપર્ક કર્યો હતો.

જે બાદ છટકું ગોઠવીને એસીબીએ પ્લાનિંગ આસિસ્ટન્ટ ખુમાનસિંહ હઠીલાને ૧ લાખ રૂપિયા લેતા અને ટાઉન પ્લાન નયન મહેતા ૧૪ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા હતા. લાંચીયા અધિકારીઓની ધરપકડ બાદ એસીબી દ્વારા વધારે તપાસ શરુ કરાઈ હતી જેમાં નયન મહેતાના ઘરેથી ટીમને ૪.૨૨ લાખની રોકડ મળી હતી

અને રિમાન્ડ દરમિયાન લોકર સહિતના મોટા ખુલાસા થતા તપાસમાં ભાંડો ફૂટ્યો છે. પાંચ લોકરની તપાસ કરતા તેમાંથી ૨૪.૬૦ લાખની રોકડ, ૪૭.૯૧ લાખ રૂપિયાના સોનાના દાગીના, ૨.૦૫ લાખ રૂપિયાના ચાંદીના ઘરેણા, રૂપિયા ૬.૭૧ લાખના પ્લેટીનમના ઘરેણા અને ૫૦૦ કેનેડિયન ડૉલર મળી આવ્યા છે. આ તમામની મૂળ કિંમત ૮૧.૨૭ લાખ રૂપિયા થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.