ટાગોર અને સત્યજીત રે પ્રાઇઝ લાવીશું : અમિત શાહ
નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં ચુંટણીને લઇ પ્રચારનું કામ જાેરો પર છે અહીં ગોસાબામાં એક જાહેરસભો સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે ગંગાસાગરના પવિત્ર તીર્થની આ ભૂમિ પર આવી હું પોતાને સૌભાગ્યશાળી માનુ છું તેમણે કહ્યું કે તમામ તીર્થ વારંવાર ગંગાસાગર એક વાર.શાહે અહીં પોતાની પાર્ટીના શપથ પત્ર સોનાર બાંગ્લાને દોહરાવ્યું હતું.
તેમણે કહ્યું કે અમે નોબલ પ્રાઇઝની જેમ ટાગોર પ્રાઇઝ અને ઓસ્કાર જેમ સત્યજીત રે પ્રાઇઝ લાવી અમે બંગાળના બે પુત્રોને શ્રઘ્ધાંજલિ આપીશું તેમણે મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે વાવાઝોડા બાદ નરેન્દ્ર મોદીજીએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની સહાયતા રકમ મોકલી પરંતુ અહીંના લોકોને કાંઇ મળ્યુ નહીં ભત્રીજા એન્ડ કંપની આ પૈસા ખાઇ ગઇ ભાજપ સરકાર આવ્યા બાદ એસઆઇટી બનાવી દોષિતોની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે
શાહે વધુમાં કહ્યું કે બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોના વિકાસ માટે ૧૧૫ સ્કીમ બનાવી છે મમતા દીદીએ ગરીબોને લુંટવા માટે ૧૧૫ સ્કૈમ બનાવ્યા છે ગરીબોના હકના પૈસા કટ મનીવાળા લઇ જાય છે તેને બંધ કરવાનું કામ ભાજપની સરકાર કરશે પોતાના સંબોધનમાં અમિત શાહે ફરી દોહરાવ્યું કે ભાજપની સરકાર રાજયમાં સીએએ લાગુ કરશે અને શરણાર્થીઓને નાગરિકતા આપશે.
તેમણે મમતા બેનર્જી પર શાહે આરોપ લગાવ્યો કે તેમણે પોતાના ૨૮૨માં ૮૨ વચનો પણ પુરા કર્યા નથી દીદી પોતાનો હિસાબ આપી રહ્યાં નથી પરંતુ આ વખતે તમે ટીએમસીનો હિસાબ કરી દેજાે શાહે જાહેરાત કરી કે ભાજપની સરકાર બનશે તો અમે એક જ વર્ષમાં સુંદરવનને જીલ્લો બનાવી દઇશું