ટાટાએ ૧૦ હજાર કરોડની બોલી લગાવી એર ઈન્ડિયા ખરીદી લીધી

નવી દિલ્હી, ટાટા સન્સે એર ઇન્ડીયાને ખરીદી લીધી છે. ટાટા સન્સે એર ઇન્ડીયાને ખરીદવા માટે ૧૮ હજાર કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. ડીઆઈપીએએમ ના સચિવ તુહિન કાંત પાંડેયએ શુક્રવારે જાહેરાત કરી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઈપીએએમ) ના સચિવે જણાવ્યું કે એર ઇન્ડીયાની હરાજીમાં બે કંપનીઓએ બોલી લગાવી હતી. તેમાં ટાટા સન્સની બોલી સૌથી વધુ ૧૮ હજાર કરોડ રૂપિયાની રહી. મંત્રીઓની પેનલે આ બિડને ક્લિયર કરી દીધી અને આ પ્રકારે એર ઇન્ડીયા હવે ટાટા સન્સનો ભાગ બની ગયો છે.
તેમણે કહ્યું કે દેશના મોટા આર્થિક ર્નિણય પર વિચાર કરવા માટે એક સ્પેશિયલ પેનલ ગઇ હતી. આ પેનલમાં ગૃહ મંત્રી, નાણા મંત્રી, કોમર્સ મિનિસ્ટર અને સિવિલ એવિએશન મિનિસ્ટર સામેલ રહ્યા. પેનલે તમામ પાસાઓ પર વિચાર-વિમર્શ કર્યું. ત્યારબાદ બિડમાં સૌથી મોટી બોલી લગાવવામાં આવતા ટાટા સન્સને વિજેતા જાહેર કરી દેવામાં આવી હતી.
ડીઆઈપીએએમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, જુલાઈ ૨૦૧૭થી એર ઈન્ડિયાના વેચાણની પ્રક્રિયા શરૂ થઈ હતી અને સરકારને ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં સાત બિડર્સ મળ્યા હતા. તેમાંથી એર ઈન્ડિયા દ્વારા બેની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ટાટા ગ્રુપની બોલી સૌથી વધુ હોવાથી એર ઈન્ડિયા ટાટા ગ્રુપના હસ્તક કરવામાં આવી છે.
ટાટા ગ્રુપે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જ્યારે સ્પાઈસ જેટના ફાઉન્ડર અજય સિંગની આગેવાનીવાળા કોન્સોર્ટિયમે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની બોલી લાગવી હતી.
કેન્દ્ર સરકારે એપ્રિલ ૨૦૨૧માં સંભવિત બિડર્સને બોલી લગાવવાનું કહ્યું હતું. ૨૦૦૭માં એર ઈન્ડિયાનું ડોમેસ્ટિક ઓપરેટર ઈન્ડિયન એરલાઈન્સ સાથે મર્જર થયું હતું ત્યારથી તે ખોટમાં ચાલી રહી હતી.
જાન્યુઆરી ૨૦૨૦થી તેના વેચાણની પ્રક્રિયા શરૂ થઈ હતી પરંતુ કોરોનાના કારણે તેમાં વિલંબ થયો હતો. એરલાઈન પાસે હાલમાં ડોમેસ્ટિક એરપોર્ટ્સ પર ૪,૪૦૦ ડોમેસ્ટિક અને ૧,૮૦૦ ઈન્ટરનેશનલ લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ છે જ્યારે વિદેશી એરપોર્ટ્સ પર ૯૦૦ સ્લોટ છે.
સરકાર એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં પોતાની સમગ્ર ભાગીદારી વેચી રહી છે. સાથે જ એર ઈન્ડિયાની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એટીએસએટીએસમાં ૫૦ ટકા ભાગીદારી વેચી રહી છે. આ માટે ટાટા ગ્રુપ અને સ્પાઈસ જેટના અજય સિંહે બોલી લગાવી હતી. મોદી સરકારના ખાનગીકરણ કાર્યક્રમમાં એર ઈન્ડિયાનું વેચાણ સૌથી મહત્વનું છે.
ગૃહ મંત્રી અમિત શાહની આગેવાનીમાં મંત્રીઓની એક સમિતિએ જાતે આ પ્રક્રિયામાં સક્રિયતા દાખવી હતી. વર્તમાન પ્રસ્તાવ પ્રમાણે એર ઈન્ડિયાને ૨૩,૦૦૦ કરોડ રૂપિયાના દેવા સાથે નવા માલિકને ટ્રાન્સફર કરવામાં આવશે. કંપનીનું બાકી દેવું એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ્સ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવશે.SSS