ટાટા કેમિકલ્સે મીઠાપુર હોસ્પિટલમાં અદ્યતન ઓક્સિજન પ્લાન્ટ નાંખ્યો
મીઠાપુર, ટાટા કેમિકલ્સ જે સમુદાયોમાં કામ કરે છે એની સલામતી અને સ્વસ્થતા સુનિશ્ચિત કરવા નોવેલ કોરોનાવાયરસ સામેની એની લડાઈમાં મોખરે રહે છે. કંપનીએ એની સીએસઆર સંસ્થા ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી)એ ટાટા કમ્યુનિટી ઇનિશિયેટિવ ટ્રસ્ટ (ટીસીઆઇટી) સાથે જોડાણમાં મીઠાપુર હોસ્પિટલમાં અદ્યતન પ્રેશર સ્વિંગ એડ્સોર્પ્શન (પીએસએ) ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કર્યો છે.
આજે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન ટાટા કેમિકલ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ શ્રી આર મુકુંદને કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ – ટાટા કેમિકલ્સના ઇન્ડિયન કેમિકલ બિઝનેસના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી શોહાબ રઇસ, ટાટા કેમિકલ્સના વાઇસ પ્રેસિડન્ટ (ઉત્પાદન) શ્રી નરસિમ્હા કામથ અને ટાટા કેમિકલ્સના મેડિકલ સર્વિસના હેડ ડૉ. સંજીવ ભટનાગરની હાજરીમાં કર્યું હતું.
આ પહેલ પર ટાટા કેમિકલ્સના એમડી અને સીઇઓ શ્રી આર મુકુંદને કહ્યું હતું કે, “અમે ટાટા કેમિકલ્સમાં સમુદાયોની સલામતી અને સ્વસ્થતાને હંમેશા પ્રાથમિકતા આપીએ છીએ. અમે મીઠાપુર અને એના લોકોના ઉત્થાન માટે સતત પ્રયાસરત છીએ તથા કંપનીએ અહીં કામગીરી શરૂ કરી ત્યારથી એની કામગીરીનો આ ભાગ રહ્યું છે.
આ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે, હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓક્સિજનની ખેંચ ન પડે. આ સાથે અમે અમારી સ્થાનિક સમુદાયો, વહીવટીતંત્ર તથા આગળ જતાં મહામારી સામેની લડાઈમાં દેશને સક્રિય ટેકો આપવાની કટિબદ્ધતાની ફરી પુષ્ટિ કરી છે.”
પ્લાન્ટ વિશેઃ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ 550 ચોરસ ફૂટથી વધારે વિસ્તારમાં પથરાયેલો છે અને મિનિટદીઠ 200 લિટરની ક્ષમતા ધરાવે છે. આ સાથે પ્લાન્ટ ઓક્સિજનના ભરેલા અને ખાલી સિલિન્ડર જાળવવા માટે સંગ્રહ એરિયા ધરાવે છે, જેથી ઓક્સિજનનો પુરવઠો અનેકગણો વધ્યો છે.
પ્લાન્ટ તબીબી ઓક્સિજનના પુરવઠાની દ્રષ્ટિએ મીઠાપુર હોસ્પિટલને સંપૂર્ણ સ્વનિર્ભર બનાવવાની સાથે મેડિકલ ગેસ પાઇપલાઇન (એમપીજીએસ) સાથે હોસ્પિટલની અંદર તમામ બેડને સતત ઓક્સિજન પૂરો પાડીને તબીબી સુવિધા પણ વધારશે.
મહામારીની શરૂઆત થયા પછી અત્યાર સુધી પહેલી અને બીજી લહેર દરમિયાન ટાટા કેમિકલ્સ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં તમામ કાર્યરત ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં કોવિડ-19ના દર્દીઓને સારવાર મળી છે. આ સમુદાયના સભ્યોને અદ્યતન તબીબી સારવાર પણ પ્રદાન કરે છે.
ટાટા કેમિકલ્સે કોવિડ-19 સામેની લડાઈમાં કેટલીક પહેલો પણ હાથ ધરી છે, જેમ કે મીઠાપુરમાં નિયમિત સમયાંતરે સેનિટાઇઝેશનની કામગીરી, ડિસઇન્ફેક્ટન્ટ્સનો પુરવઠો, માસ્ક બનાવવા, તબીબી સુવિધાઓમાં વધારો અને સમુદાયો વચ્ચે જાગૃતિ વધારવી.