ટાટા કેમિકલ્સે 6 દાયકાથી વધારે સમયગાળામાં એની ‘એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કૂલ’માં યુવાનોને સક્ષમ બનાવ્યાં
મીઠાપુરમાં ટાટા કેમિકલ્સની ફ્લેગશિપ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કૂલ (ATS) સ્થાનિક યુવાનોને વિશેષ ઔદ્યોગિક તાલીમ અને એપ્રેન્ટિસશિપ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે 60 વર્ષથી વધારે સમયગાળાથી કાર્યરત છે. આ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના ટાટા કેમિકલ્સે 1954માં કરી હતી. પછી અત્યાર સુધી આ સંસ્થાએ લાખો યુવાનોને ફિલ્ડમાં કુશળતા વિકસાવવામાં મદદ કરી છે, જેથી તેઓ તમામ ક્ષેત્રોમાં કોઈ પણ ઉત્પાદન ઉદ્યોગમાં કામ કરવા કાર્યદક્ષ બન્યાં છે.
ટાટા કેમિકલ્સના ચીફ હ્યુમન રિસોર્સીસ ઓફિસર શ્રી આર નંદાએ કહ્યું હતું કે, “આજે આપણે પડકારજનક સ્થિતિસંજોગોમાં વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડેની ઉજવણી કરી રહ્યાં હોવાથી હાલની દુનિયામાં યુવા બેરોજગારીમાં વધારો સૌથી મહત્ત્વપૂર્ણ સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા વિકાસશીલ અને વિકસિત એમ બંને દુનિયામાં એકસરખી જોવા મળે છે. કોવિડ-19 પછીની દુનિયામાં યુવાનોને રિકવરીના પ્રયાસોમાં પ્રદાન કરવાની અપીલ કરવામાં આવી હોવાથી બદલાતા પડકારો સફળતાપૂર્વક ઝીલવા અને ભવિષ્યનાં પરિવર્તનો સ્વીકારવાની ક્ષમતા સાથે સજ્જ થવા તેમને કુશળતાઓ સાથે સજ્જ થવાની જરૂર પડશે.”
શ્રી આર નંદાએ ઉમેર્યું હતું કે, “અમારી ‘એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કૂલ’ જેવી પહેલો યુવાનોને ઉચિત દિશાને અનુસરવા અને અનિશ્ચિતતા ધરાવતી દુનિયામાં આશા સાથે આગળ વધવા પ્રોત્સાહન આપવાનું જાળવી રાખશે. અમે ટાટા કેમિકલ્સમાં વર્ષોથી કૌશલ્ય તાલીમ પ્રદાન કરીને સ્થાનિક સમુદાયની આજીવિકાને ટેકો આપવા પ્રતિબદ્ધ છીએ. આ ભારતનાં અર્થતંત્રને બેઠું કરવા જરૂરી કુશળતાઓ વિકસાવવા સ્થાનિક યુવાનોને તાલીમ આપવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.”
ટાટા કેમિકલ્સે પોતાની સ્થાપનાથી એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ પ્રોગ્રામમાં મોટા પાયે રોકાણ કર્યું છે, જેનો ઉદ્દેશ લાયકાત ધરાવતા, કુશળ ટેકનિશિયનો પેદા કરવાનો છે, જેથી તેઓ ટાટા કેમિકલ્સની સાથે ભારતમાં અન્ય ઉત્પાદન ઉદ્યોગોમાં લાભદાયક રોજગારી મેળવી શકે. આ યુવાનોને પ્રોત્સાહન આપવા કંપની તેમને અભ્યાસક્રમ દરમિયાન સ્ટાઇપેન્ડ આપે છે, જેથી તેમનો ઉત્સાહ વધે છે.
ATSમાં પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ જે કુશળતાઓ ધરાવે છે એની સારી માગ છે અને તેઓ ટાટા કેમિકલ્સની સાથે આ વિસ્તારમાં કેટલાંક અગ્રણી ઉદ્યોગોમાં પણ ઉત્પાદન સુવિધાઓમાં રોજગારીની તકો મેળવે છે. ATS એના વિદ્યાર્થીઓમાં 75થી 80 ટકા યુવાનો સ્થાનિક હોય એ સુનિશ્ચિત કરીને સ્થાનિક યુવાનોને સક્ષમ બનાવવા આતુર છે. અત્યારે ATS મેઇન્ટેનન્સ એન્ડ ઓપરેશન્સના વિવિધ ટ્રેડમાં 187 વિદ્યાર્થીઓ ધરાવે છે.
એમાં બોઇલર એટેન્ડન્ટ, ઇલેક્ટ્રિશિયન, ફિટર, ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનિશિયન અને કમ્પ્યુટર ઓપરેટર વગેરે સામેલ છે. ATS ફેકલ્ટી ઉદ્યોગમાં અનુભવ ધરાવે છે, જેથી તેઓ ઉદ્યોગની વ્યવહારિક જરૂરિયાતો અંગે વિદ્યાર્થીઓને વાકેફ કરી શકે છે.ATSની વિશ્વસનિયતાનો તાગ એ હકીકત પરથી મેળવી શકાય છે કે, સંસ્થાએ છેલ્લાં 10 વર્ષમાં એના વિદ્યાર્થીઓનાં લગભગ 100 ટકા પ્લેસમેન્ટનો રેકોર્ડકર્યો છે.