ટાટા કેમીકલની Q1 ગાળામાં આવક 27 ટકા વધીને રૂ. 2977 કરોડ થઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Tata-Chemicals.jpg)
સમીક્ષાના ગાળા માટે કુલ પીએટી 362 ટકા વધીને રૂ. 342 કરોડ થયો
ટાટા કેમિકલ્સે 30 જૂન, 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે એના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. કંપનીએ કામગીરીમાંથી કુલ રૂ. 2,977 કરોડની આવક કરી હતી, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની આવક રૂ. 2,348 કરોડથી 27 ટકા વધારે હતી. ત્રિમાસિક ગાળા માટે કુલ પીએટી રૂ. 342 કરોડ હતો, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 74 કરોડ હતો. આ માટે મુખ્યત્વે અમેરિકા અને ભારતમાં સોડા એશના વોલ્યુમમાં થયેલો વધારો જવાબદાર હતો.
કુલ એકંદર ઋણ રૂ. 7,284 કરોડ હતું, જે માર્ચ, 2021માં રૂ. 6,933 કરોડ હતું. ઉપરાંત રોકડ અને સમકક્ષ રૂ. 3,293 કરોડ હતી, જે માર્ચ, 2021માં રૂ. 3,104 કરોડ હતી.
કંપનીના પરિણામો કામગીરીમાંથી સેગમેન્ટ મુજબ આવક દર્શાવે છે, જેમાં બેસિક કેમિસ્ટ્રી ઉત્પાદનોની આવક રૂ. 2,173 કરોડ હતી, જે 30 ટકા વધી હતી અને સ્પેશિયાલ્ટી ઉત્પાદનોની આવક 18 ટકા વધીને રૂ. 797 કરોડ થઈ હતી.
આ પરિણામો પર ટાટા કેમિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ શ્રી આર મુકુંદને કહ્યું હતું કે, “અમારી પ્રાથમિકતા અમારા કર્મચારીઓની સલામતી જળવાઈ રહી છે અને અમે વ્યવસાયિક સાતત્યતા સુનિશ્ચિત કરી છે. પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન અમે ગ્રાહકની માગને પૂરી કરવા અને ખર્ચને નિયંત્રણમાં લેવા અસરકારકતા સુનિશ્ચિત કરી હતી. વ્યવસાયિક વાતાવરણ તબક્કાવાર રીતે સુધરવાથી અમે તમામ ગ્રાહક સેગમેન્ટમાં વૃદ્ધિ કરવાની સારી પોઝિશનમાં છીએ.”
નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્વતંત્ર કામગીરી
· સોડા એશનું વેચાણ કોવિડ પૂર્વેના સ્તરે પહોંચી ગયું છે. સોડા એશની માગ વર્ષ દરમિયાન ઊંચી રહેવાની અપેક્ષા છે.
· મીઠું અને બાયકાર્બ ઉત્પાદન અને વેચાણ ઊંચું જળવાઈ રહ્યું છે.
· ઊર્જા અને નૂર ખર્ચમાં વધારાની અસરને માગમાં વધારાએ સરભર કરી છે.
· પ્રીબાયોટિક્સ (એફઓએસ), એચડીએસ સિલિકા ઉત્પાદનોની સતત વૃદ્ધિ થશે.
નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ કામગીરી
· તમામ બજારોમાં માગ વધી છે. સ્પોર્ટ માર્કેટ્સમાં કિંમતો ઊંચી છે.
· ઊર્જા, લોજિસ્ટિક્સ અને કાર્બનના ખર્ચમાં વધારાને વોલ્યુમમાં વૃદ્ધિથી સરભર કરવામાં આવ્યો છે.