ટાટા ક્લાસએજએ નવી સેલ્ફ-સ્ટડી એપ સ્ટડી લોંચ કરવાની જાહેરાત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Study.jpg)
‘શ્રેષ્ઠ આયોજન ઉત્કૃષ્ટ શિક્ષણ તરફ દોરી જાય છે’
મુંબઈ, ટાટા ઇન્ડસ્ટ્રીઝનું ડિવિઝન ટાટા ક્લાસએજ (ટીસીઇ) રાષ્ટ્રીય અને પ્રાદેશિક બોર્ડની માન્યતા ધરાવતી ભારતીય શાળાઓને ટેક્સ્ટબુક-મેપ્ડ કન્ટેન્ટ પ્રદાન કરનાર ભારતમાં પ્રથમ એજ્યુટેક કંપની બની હતી. અત્યારે ટીસીઇની કામગીરીનું 10મું વર્ષ છે અને એના ક્લાસરૂમ સોલ્યુશનનો ઉપયોગ આશરે 2000 શાળાઓમાં છે તથા એનો ઉપયોગ ભારતમાં 1,50,000 શિક્ષકો અને 1.7 મિલિયન વિદ્યાર્થીઓ કરે છે.
ટીસીઇએ હવે ટાટા ક્લાસએજ સાથે સ્ટડી નામનું ડાયરેક્ટ-ટૂ-સ્ટુડેન્ટ લર્નિંગ સોલ્યુશન પ્રસ્તુત કર્યું છે, જે આયોજન, પ્રેક્ટિસ અને કોન્સેપ્ટ માસ્ટરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટીસીઇના સીઇઓ શ્રી મિલિન્દ શહાણેએ કહ્યું હતું કે, “સ્ટડી સ્વતંત્ર વિદ્યાર્થીઓ વિકસાવવા ડિઝાઇન કરેલું છે. એટલે આ સોલ્યુશન શેનો અભ્યાસ કરવાની સાથે કેવી રીતે અભ્યાસ કરવો એની સમજણ પણ આપે છે.”
સ્ટિફન કોવીની સેવન હેબિટ્સ ઓફ હાઇલી ઇફેક્ટિવ પીપલની વાતનો પડઘો પાડતા સ્ટડીની શીખવવાની પદ્ધતિઓ સ્વતંત્ર વિદ્યાર્થીઓની સાત આદતો પર બનેલી છે. આ સાત આદતો છે – અભ્યાસના લક્ષ્યાંકો નિર્ધારિત કરવા, મોટા વિચારનો સમજવો, પુનરાવર્તન, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ સેશનની વહેંચણી, ટેસ્ટિંગ અને પ્રગતિ પર નજર રાખવી.
તેમણે ઉમેર્યું હતું કે, “અમે વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીને બદલે વિવિધ વિષયોને શિસ્તબદ્ધ રીતે શીખવા તેમના અભ્યાસના સમયનું આયોજન કરવા તેમજ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અભ્યાસની અસરકારક વ્યૂહરચનાનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવા ઇચ્છીએ છીએ. અસરકારક અભ્યાસની પાછળ એક વિજ્ઞાન હોય છે અને સ્ટડી આ વિજ્ઞાનમાંથી કેટલાંક શ્રેષ્ઠ સિદ્ધાંતો ધરાવે છે.”
સ્ટડીનું એક મુખ્ય વિશિષ્ટ પાસું એડેપ્ટિવ પ્લાનર છે. શ્રી શહાણેએ આ વિશે સમજાવ્યું હતું કે, “બાળક એક વિષય પર કેટલો સમય આપી શકવું જોઈએ? તેણે ક્લાસ ટેસ્ટ માટે કેવી રીતે તૈયાર કરવી જોઈએ? બાળકે કયા વિષય પર વધારે ધ્યાન આપવું જોઈએ? એડેપ્ટિવ લર્નર દ્વારા અમે આ પ્રશ્રોનું સમાધાન કર્યું છે તથા બાળક માટે એના અભ્યાસના લક્ષ્યાંકો પાર પાડવા અસરકારક અભ્યાસનો માર્ગ પ્રશસ્ત કર્યો છે.”
અન્ય એક વિશિષ્ટ પાસું છે – જેને એપ બિગ આઇડિયા કહે છે. દરેક પ્રકરણની શરૂઆતમાં એક ટૂંકો વીડિયો હોય છે, જે સંપૂર્ણ પ્રકરણના મુખ્ય વિચારને વ્યક્ત કરે છે. શ્રી શહાણએ કહ્યું હતું કે, “જ્યારે કોઈ પણ વિષય કે કોઈ મુદ્દાનો અભ્યાસ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે લગભગ દરેક બાળક પૂછે છે, “મારે શા માટે એનો અભ્યાસ કરવો જોઈએ?” અથવા “એ મને કેવી રીતે કામ લાગશે?” બિગ આઇડિયા દરેક સમયે જવાબ આપે છે અને દરેક બાળકને આ જવાબ ગમશે.”
વળી દરેક ટોપિકને અંતે પ્રેક્ટિસ સેશન વન-ટાઇમ જ નથી. દરેક અઠવાડિયા પછી એનું પુનરાવર્તન થાય છે, જેથી બાળક એ ટોપિકને બરોબર સમજી શકે છે. પ્રેક્ટિસ ઉપરાંત નિયમિત સમયાંતરે દરેક સ્ટેપ પર બાળકના આત્મવિશ્વાસના સ્તરનો તાગ મેળવવા સેલ્ફ-ટેસ્ટની સુવિધા આપવામાં આવી છે.
ટાટા ક્લાસએજ સાથે સ્ટડી માટે 10 શાળાઓના 5000 વિદ્યાર્થીઓ વચ્ચે ઓક્ટોબર, 2020થી ચાર મહિના માટે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો (જ્યાં ટીસીઇની હાજરી છે). શ્રી શહાણેએ ઉમેર્યું હતું કે, “અમને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતાઓ પાસેથી કેટલાંક જબરદસ્ત ફીડબેક મળ્યાં હતાં.
અમારું સ્વપ્ન વિશિષ્ટ લર્નિંગ સોલ્યુશન બનાવવાનું હતું, જેનાથી બાળકોની અભ્યાસ કરવાની કુશળતામાં સુધારો થાય. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ કેવી રીતે શિક્ષણ આપવું એના વિશે વાત કરે છે.” સ્ટડી એપ અને વેબ-આધારિત સોલ્યુશન એમ બંનેમાં ઉપલબ્ધ છે. વેબસાઇટ: www.tatastudi.com