ટાટા ગ્રુપના કારોબારી અધ્યક્ષ તરીકે સાયરસ મિસ્ત્રીને હટાવવાની વાતને સુપ્રીમનું સમર્થન
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે ટાટા ગ્રુપના કારોબારી અધ્યક્ષ તરીકે સાયરસ મિસ્ત્રીને હટાવવાની વાતને સમર્થન આપ્યું છે. આ સાથે કોર્ટે મિસ્ત્રીને ટાટા ગ્રુપના કારોબારી અધ્યક્ષ પદ પર ફરીથી સ્થાપિત કરવાના એનસીએલએટીના ર્નિણયને રદ કર્યો હતો. ૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ, નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલએ સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રુપના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા.
આ ચુકાદો ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રમણ્યમની ખંડપીઠે આપ્યો છે. ગયા વર્ષે ૧૭ ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ અગાઉ ૨ ડિસેમ્બરે સુપ્રિમ કોર્ટે મિસ્ત્રી દ્વારા ટાટા ટંસના શેર દ્વારા મૂડી વધારવાના કેસમાં યથાવત્ સ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો.
મિસ્ત્રીને ૨૦૧૬માં એક બોર્ડ મિટીંગમાં ટાટાના ચેરમેન પદેથી હટાવી દેવાયા હતા. મિસ્ત્રીએ આ મામલે કાયદાકીય લડાઈ લડી હતી. અને ડિસેમ્બર ૨૦૧૯ માં એનસીએલએટીએ મિસ્ત્રીને હટાવવાની પ્રક્રિયાને અયોગ્ય ઠેરવી હતી અને ફરીથી વરણીનો આદેશ આપ્યો હતો. ટાટા ગ્રુપ આ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું. જાન્યુઆરી ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે એનસીએલએટીના આદેશ પર રોક લગાવી દીધી હતી. આજે કોર્ટે ટાટા બોર્ડમાં થયેલી કાર્યવાહીને યોગ્ય માની છે અને એનસીએલએના આદેશને રદ કરી દીધો છે.
બીજી બાજુ શાપુરજી પાલોનજી ગ્રુપ ને સાયરસ મિસ્ત્રીએ પણ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. તેમની ફરિયાદ હતી કે એનસીએલએએટી ટાટા ગ્રુપના આ નિયમને રદ ન કર્યો જેનો દુરુપયોગ કરીને મિસ્ત્રીને હટાવવામાં આવ્યા હતા. એવામાં એ વાતની આશંકા રહેશે કે ભવિષ્યમાં આવું ફરી નહીં થાય. મિસ્ત્રીના નિયંત્રણવાળી શાપુરજી પાલોનજી ગ્રુપનો ટાટા ટ્રસ્ટમાં ૧૮.૪ ટકા હિસ્સો છે. શાપુરજી પાલોનજીએ સુપ્રીમ કોર્ટમાં એ માગ પણ કરી હતી કે તેને ટ્ટા ગ્રુપની તમામ કંપનીઓમાં ટાટા સન્સનો જે હિસ્સો છે તેના ૧૮.૪ ટકા શેર આપવામાં આવે. પરંતુ કોર્ટે તેના પર કોઈ આદેશ આપ્યો ન હતો.
ટાટા સન્સના ચેરમેન રતન ટાટાએ ટિ્વટ કરીને સુપ્રિમ કોર્ટના ર્નિણયને બિરદાવ્યો છે. તેમણે લખ્યું કે, હું માનનીય સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા ર્નિણયની સરાહના કરુ છુ અને ધન્યવાદ આપુ છુ.આ જીત કે હારની વાત નથી, મારા સ્વાભિમાન અને ટાટા ગ્રુપના નૈતિક આચરણ પર સતત થઇ રહેલા હમલા બાદ આ ર્નિણયે ટાટા સન્સના મૂલ્યો અને આચરણોને પ્રમાણિત કરવાનુ કામ કર્યુ છે. જે ગ્રુપ માટે મૂળ સિદ્ગાંત છે. આ ર્નિણયે આપણી ન્યાયપ્રણાલીમાં નિષ્પક્ષતા અને ન્યાયને મજબૂતી પ્રદાન કરી છે.