ટાટા પાવરનું લક્ષ્ય સ્વચ્છ ઊર્જાનો 32 ટકા પોર્ટફોલિયો, 2030 સુધીમાં 80 ટકા કરવાનો
ટાટા પાવર અને વર્લ્ડ બિઝનેસ કાઉન્સિલ ફોર સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ઇલેક્ટ્રિક કંપનીઓ માટે એસડીજી પર વ્યવસાયિક કામગીરીને વેગ આપવા એકમંચ પર આવ્યાં
તાજેતરમાં સંપન્ન થયેલી સીઓપી26માં પેરિસ સમજૂતીના લક્ષ્યાંકોને પાર પાડવા સ્વચ્છ ઊર્જા તરફ તાત્કાલિક વળવાની અને અગ્રેસર થવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. પર્યાવરણને અનુકૂળ સ્વચ્છ ઊર્જાના ભવિષ્યને આકાર આપવા વીજ વપરાશનું ક્ષેત્ર ગંભીર જવાબદારી ધરાવે છે.
આ મહત્વપૂર્ણ એજન્ડાને સુસંગત રીતે ટાટા પાવરે વર્લ્ડ બિઝનેસ કાઉન્સિલ ફોર સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ (ડબલ્યુબીસીએસડી) ઇન્ડિયા સાથે જોડાણમાં 16 નવેમ્બર, 2021ના રોજ સહિયારી કામગીરી અને મહત્તમ પ્રગતિનું નેતૃત્વ કરવા ‘ઇલેક્ટ્રિક યુટિલિટીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે એસડીજીને સુસંગત વ્યવસાયિક કામગીરીને વેગ આપવા’ પર એક આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રિક યુટિલિટીઝ માટે એસડીજી ક્ષેત્રની રૂપરેખા પર ડબલ્યુબીસીએસડીના એક રિપોર્ટમાંથી મુખ્ય તારણો પ્રસ્તુત કર્યા હતાં. આ રિપોર્ટ માર્ચ, 2021માં જાહેર થયો હતો. આ રૂપરેખા 11 આંતરરાષ્ટ્રીય વીજ કંપનીઓને (એક્સિઓના, સેલ્સિયા,
સીએલપી, ઇડીએફ, ઇડીપી, ઇલેક્ટ્રોબ્રાસ, ઇનેલ, એન્જી, આબરડોલા, કન્સાઈ ઇલેક્ટ્રિક પાવર) એકમંચ પર લાવી હતી, જેમાં ટાટા પાવરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ વીજ ક્ષેત્ર કેવી રીતે જોડાણ, નવીનતા અને એના પ્રભાવનો ઉપયોગ કરીને એસડીજીનો સાકાર કરવા અને એનો અમલ કરવા શ્રેષ્ઠ કામગીરી કેવી રીતે કરી શકે એના પર સંયુક્ત વૈશ્વિક વિઝન પર ચર્ચા કરવાનો અને વિકસાવવાનો હતો.
આ કાર્યક્રમમાં ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “ટાટા પાવરે 10 આંતરરાષ્ટ્રીય વીજ યુટિલિટી કંપનીઓ સાથે મળીને ડબલ્યુબીસીએસડી સાથે ઇલેક્ટ્રિક યુટિલિટી કંપનીઓ માટે માળખાગત એસડીજી રૂપરેખા ડિઝાઇન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ટાટા પાવરે એસડીજીના 17માંથી 10 લક્ષ્યાંકોનો અમલ કરવાની મહત્વાકાંક્ષી રૂપરેખા બનાવી છે, જે તાજેતરમાં સંપન્ન થયેલી સીઓપી26ના જુસ્સામાં એની કટિબદ્ધતાઓને પ્રતિબિંબિત કરે છે. મુખ્ય વ્યવસાય અને સીએસઆર એસડીજીએ ટાટા પાવરની ભવિષ્યની જવાબદારી યુટિલિટી તરીકે પરિવર્તનની સફરને આકાર આપ્યો છે તથા પર્યાવરણને અનુકૂળ ઊર્જા તરફ વધારે અગ્રેસર થવા મુખ્ય વ્યૂહાત્મક નિર્ણયોને પ્રભાવિત કર્યા છે.
કાર્બનના ઉત્સર્જનની મુક્તિ, ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ અને વિકેન્દ્રીકરણ પર અમારા પ્રયાસો અમારા એસડીજી લક્ષ્યાંકોને તરફ અગ્રેસર થવામાં અને આ દાયકામાં તેમનો અમલ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.અત્યારે અમે સ્વચ્છ ઊર્જાનો 32 ટકા પોર્ટફોલિયો ધરાવીએ છીએ અને અમારો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં આ પોર્ટફોલિયો 80 ટકા કરવાનો છે. ટાટા પાવર વર્ષ 2050 અગાઉ કાર્બન-ન્યૂટ્રલ બનવા કટિબદ્ધ છે. અમે વહેલાસર આ લક્ષ્યાંક હાંસલ કરવા કાર્યરત છીએ.
સીઓપી26 દરમિયાન ભારતના પ્રધાનમંત્રીએ વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ સ્વચ્છ ઊર્જા હાંસલ કરવાના વચગાળાના લક્ષ્યાંક વિશે વાત કરી હતી. મને ખાતરી છે કે, ઇલેક્ટ્રિક કંપનીઓ અને સરકારના હિતધારકો સંયુક્તપણે આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક હાંસલ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.”
ઉદ્ઘાટન સત્ર દરમિયાન ડબલ્યુબીસીએસડીના પીપલ એન્ડ સોસાયટીના ડાયરેક્ટર જેમ્સ ગોમ્મેએ કહ્યું હતું કે, “અમે એકથી બે વર્ષ અગાઉ ઇલેક્ટ્રિક યુટિલિટી એસડીજી રૂપરેખા સાથે શરૂ કરી હતી, એસડીજી લક્ષ્યાંકો હાંસલ કરવાની સફર શરૂ કરેલી અગ્રણી ઇલેક્ટ્રિક કંપનીઓના જૂથને એકમંચ પર લાવ્યાં હતાં. હવે અમે એ રૂપરેખાને કાર્યરત કરી છે અને ભારતીય ક્ષેત્ર માટે એસડીજી રૂપરેખાને સાકાર કરવા એક પ્લેટફોર્મ શરૂ કરવા લીડરશિપ લેવા બદલ ટાટા પાવરનો આભાર માનીએ છીએ.”
ત્યારબાદ સસ્ટેઇનેબિલિટી નિષ્ણાતો તથા ભારતીય અને વૈશ્વિક ઇલેક્ટ્રિક વીજંકપનીઓમાંથી પ્રસિદ્ધ વક્તાઓએ તેમના ઉપયોગી જાણકારીઓ આપી હતી. તેમણે રૂપરેખાને સુસંગત રીતે હાથ ધરવામાં આવેલા પ્રયાસો અને કાર્યો સાથે તેમની પ્રગતિની સફરને બયાન કરી હતી.
આબોહવામાં પરિવર્તનના નિષ્ણાત અને મહારાષ્ટ્રના રત્નાગિરીના કલેક્ટર ડો. બી એન પાટિલે જ્યાં સહિયારી કામગીરીની ધારણા છે એ પરિપ્રેક્ષ્ય અને ક્ષેત્રોમાં આયોજન અને વિકાસમાંથી સમૃદ્ધ સંદર્ભો ટાંક્યા હતા. TERIના ડાયરેક્ટર જનરલ ડો. વિભા ધવને વિકસિત અને વિકાસશીલ દેશોમાંથી એસડીજી કામગીરી અને એની વચ્ચે રહેલા ફરક વિશે જાણકારી આપી હતી તથા સસ્ટેઇનેબિલિટી પર મોટી ખાનગી કંપનીઓની ભૂમિકા પર જાણકારી આપી હતી.
ઇન્ડિયા ક્લાઇમેટ કોલાબોરેટિવના એક્ટિંગ સીઇઓ અને સસ્ટેઇનિબિલિટી, પોલિસી એન્ડ એડવોકસી (ટાટા ટ્રસ્ટ્સ)ના હેડ શ્લોકા નાથે વૈશ્વિક સહિયારી કામગીરી માટે અપીલ કરી હતી, ક્ષેત્રીય મર્યાદાઓથી પર જોડાણોના મહત્વ અને એસડીજી લક્ષ્યાંકો હાંસલ કરવામાં નવીનતા લાવવા પર ભાર મૂક્યો હતો.
ઉદ્ગાટન સત્રો પછી વૈશ્વિક ઉદ્યોગના નિષ્ણાતો સાથે બે-પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. પ્રથમ પેનલનું સંચાલન ટાટા પાવરના બ્રાન્ડિંગ, કમ્યુનિકેશન્સ, સીએસઆર એન્ડ સસ્ટેઇનેબિલિટીના ચીફ જ્યોતિ કુમાર બંસલે કર્યું હતું. પેનલમાં ઇડીપીના સસ્ટેઇનેબિલિટીના ડેપ્યુટી ડાયરેક્ટર એડ્યુરાડો મૌરા,
ટીપીડીડીએલના સ્ટ્રેટેજી, કોલાબોરેશન્સ અને આરએન્ડડીના ચીફ તથા ક્લીન એનર્જી ઇન્ટરનેશનલ ઇન્ક્યુબેશન સેન્ટરના સીઇઓ ડો. ગણેશ દાસ, જેએસડબલ્યુ એનર્જીના સીએફઓ પ્રિતેશ વિનય, એક્સિઓનાના એન્વાયર્મેન્ટ, સોશિયલ, કમ્પ્લાયન્સ, હેલ્થ એન્ડ સેફ્ટી એન્ડ ક્વોલિટીના ડાયરેક્ટર માઇકલ ઓર્તિઝ દા લેટિએરો ઇમાઝ જેવા સભ્યો સામેલ હતા.
પેનલે એ વાત પ્રકાશ ફેંક્યો હતો કે, વ્યવસાયોએ કેવી રીતે એસડીજીના લક્ષ્યાંકોને સુસંગત કામગીરી કરવી જોઈએ અને સાથે સાથે સૂચકાંકો પર આધારિત નિર્ધારિત લક્ષ્યાંકો સામે તેમના નિયમિત સમયાંતરની પ્રગતિ પર નજર રાખવાની બાબતને પણ મહત્વ આપવું જોઈએ
તથા સસ્ટેઇનેબિલિટીની સંપૂર્ણ સફરમાં રોજિંદી કામગીરીમાં સૂચકાંકોને કેવી રીતે વણી લેવા જોઈએ. પેનલે કંપનીઓએ કાર્બન ન્યૂટ્રાલિટીની વિભાવનાથી પર થઈને અને આબોહવાની કામગીરીના બૃહદ્ લક્ષ્યાંકને હાંસલ કરવા સોશિયલ લાઇસન્સ દ્વારા સમુદાયો સાથે સહિયારા મૂલ્યનું સર્જન કેવી રીતે કરવું જોઈએ એના પર પણ ચર્ચા કરી હતી.
બીજી પેનલનું સંચાલન ડબલ્યુબીસીએસડીના પીપલ એન્ડ સોસાયટીના એસોસિએટ ફ્લોરિઅન માઇકોએ કર્યું હતું, જેમાં સીએલજી ગ્રૂપના સસ્ટેઇનેબિલિટીના ગ્રૂપ ડાયરેકટર હેન્ડ્રિક રોસેન્થલ, આઇએફસી, એપીએસી, એનર્જી સ્પેશ્યાલિસ્ટ ઇશાન પુરોહિત, આદિત્ય બિરલા ગ્રૂપના સીએસઓ દીક્ષા વત્સ અને વર્લ્ડ બેન્ચમાર્કિંગ એલાયન્સના ક્લાઇમેટ એન્ડ એનર્જી બેન્ચમાર્ક્સના લીડ વિકી સિન્સ સામેલ હતાં.
પેનલે એસડીજી 2030 કામગીરીના દાયકા સાથે ટ્રેક પર રહેવા વ્યવસાયોના પડકારો અને એસડીજી ઉદ્દેશો પાર પાડવામાં સહાય કરવા આંતરિક રીતે ધિરાણ ઊભું કરવું કેવી રીતે જરૂરી છે એના પર ચર્ચા કરી હતી. આ સંવાદમાં ઇલેક્ટ્રિક યુટિલિટીઝની સહિયારી કામગીરી અને પ્રક્રિયાઓમાં જવાબદારી માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે એસડીજી રૂપરેખા હાંસલ કરવા અને 1.5-ડિગ્રી સેન્ટિગ્રેડથી નીચા લક્ષ્યાંકને હાંસલ કરવાને સુસંગત કામગીરી સાથે મજબૂત પાયો નાંખશે.
આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક લીડર્સ, નિયમનકારી સત્તામંડળો, રોકાણકારો અને શિક્ષાવિદોની ભાગીદારી જોવા મળી હતી, જેમણે કાર્યક્રમને રસપ્રદ અને ઉપયોગી બનાવ્યો હતો.
વર્ષોથી ટાટા પાવર પર્યાવરણને અનુકૂળ વૃદ્ધિ, સંસાધનોની જાળવણી, ઊર્જાદક્ષતા અને પૃથ્વીના સંરક્ષણ માટે કટિબદ્ધ છે. કંપનીને ઇન્વેસ્ટર રિલેશન્સ એવોર્ડ 2020માં બેસ્ટ એન્વાયર્મેન્ટ સોશિયલ એન્ડ ગવર્નન્સ (ઇએસજી) ડિસ્ક્લોઝરનો એવોર્ડ પણ મળ્યો છે તથા બીડબલ્યુ બિઝનેસ વર્લ્ડ અને સસ્ટેઇન લેબ પેરિસ દ્વારા A+ રેટિંગ સાથે ભારતની સૌથી વધુ સસ્ટેઇનેબલ કંપનીઓમાં 13મું સ્થાન મેળવ્યું હતું.