ટાટા પાવરે ઇવી ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા અપોલો ટાયર્સ સાથે સમજૂતી કરી
આ જોડાણ બંને કંપનીઓની ઇલેક્ટ્રિક વાહનો તરફની આગેકૂચને વેગ આપવાની કટિબદ્ધતા દર્શાવે છે ~
પર્યાવરણને અનુકૂળ પરિવહન અને #DoGreen તરફ પોતાની કટિબદ્ધતા સાથે ભારતની સૌથી મોટી સંકલિત વીજકંપનીઓ પૈકીની એક ટાટા પાવર અને ભારતમાં અગ્રણી ટાયર ઉત્પાદક અપોલો ટાયર્સ લિમિટેડએ સમગ્ર ભારતમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે.
આ ચાર્જિંગ સ્ટેશનો સમગ્ર દેશમાં પથરાયેલા અપોલો ટાયર્સના વાણિજ્યિક અને પેસેન્જર વ્હિકલ ઝોનમાં ઊભા કરવામાં આવશે. ટાટા પાવર ઇવી ચાર્જિંગની ઇકોસિસ્ટમના તમામ સેગમેન્ટમાં કામગીરી કરે છે અને તમામ પ્રકારના ચાર્જર ઊભા કર્યા છે –
ડીસી 001, એસી, ટાઇપ2, 50kwh સુધીના ફાસ્ટ ડીસી ચાર્જર્સથી લઈને લોકેશનને આધારે બસો માટે 240kwh સુધીના ચાર્જિંગ સ્ટેશનો. ચાર્જર્સનું આ વર્ગીકરણ અનુક્રમે ટૂ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ માટે ઇવી ચાર્જિંગને ટેકો આપશે.
અપોલો ટાયર્સ અને ટાટા પાવર વચ્ચે થયેલી આ સમજૂતીના ભાગરૂપે ટાટા પાવર શરૂઆતમાં અપોલો ટાયર્સના સીવી અને પીવી ઝોન્સમાં 150 બ્રાન્ડેડ રિટેલ આઉટલેટ પર ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરશે. આ ચાર્જિંગ સ્ટેશનો આખું વર્ષ ટાયર રિટેલ આઉટલેટની મુલાકાત લેનાર ગ્રાહકો ઉપરાંત જાહેર જનતાના ઉપયોગ માટે પણ ખુલ્લાં રહેશે.
ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે,”અમને અપોલો ટાયર્સના વાણિજ્યિક અને પેસેન્જર વ્હિકલ ઝોનમાં ઇવી ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા માટે તેની સાથે જોડાણ કરવાની ખુશી છે. આ જોડાણ દેશમાં ઇલેક્ટ્રિક વ્હિકલ ઇકોસિસ્ટમ વિકસાવવા અને વધારવાની અમારી કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
આ જોડાણ પર અપોલો ટાયર્સ લિમિટેડના એશિયા પ્રશાંત, મધ્ય પૂર્વ અને આફ્રિકાના પ્રેસિડન્ટ સતિશ શર્માએ કહ્યું હતું કે, “આ કેટલાંક પ્રથમ પગલાં પૈકીમાં વધુ એક પગલું છે, જે અમે ભારતમાં ટાયર અને ઓટો કમ્પોનેન્ટ સ્પેસમાં લીધું છે. અમારા બિઝનેસ પાર્ટનર્સના સંકુલોમાં ઇવી ચાર્જિંગ માળખું ઊભું કરવાથી દેશમાં ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાના અમારા સંકલ્પને મજબૂત કરશે. ટાટા પાવરના બહોળા સર્વિસ નેટવર્ક સાથે અમને તમામ લોકેશનમાં સરળ અને સાતત્યપૂર્ણ ચાર્જિંગ માળખાની ઉપલબ્ધતાની ખાતરી છે.”
ટાટા પાવરે ગ્રાહકને સરળ અને ઝડપી અનુભવ પૂરો પાડવા ડિજિટલ પ્લેટફોર્મ ઇઝેડ ચાર્જ બ્રાન્ડ અંતર્ગત તમામ 200 અલગ શહેરોમાં 1000+ ઇવી ચાર્જિંગ પોઇન્ટ સાથે સઘન ઇવી ચાર્જિંગ માળખું ઊભું કર્યું છે. પબ્લિક ઇવી ચાર્જિંગ સ્ટેશનોનું આ નેટવર્ક ઓફિસો, મોલ, હોટેલ્સ, રિટેલ આઉટલેટ અને જાહેર સુલભતાના સ્થળોમાં ગ્રાહકો માટે નવીન અને સરળ ઇવી ચાર્જિંગ અનુભવ પ્રદાન કરે છે,
જે સ્વચ્છ પરિવહન અને રેન્જની ચિંતામાંથી મુક્ત માટે સક્ષમ બનાવે છે. ટાટા પાવર ઇઝેડ ચાર્જર્સ ઇકોસિસ્ટમ પબ્લિક ચાર્જર્સ, કેપ્ટિવ ચાર્જર્સ, બસ/ફ્લીટ ચાર્જર્સ અને હોમ ચાર્જર્સની સંપૂર્ણ વેલ્યુ ચેઇનને આવરી લે છે. ટાટા પાવરે ઇવી ચાર્જિંગના ગ્રાહકો માટે મજબૂત સોફ્ટવેર પ્લેટફોર્મ પણ વિકસાવ્યું છે
તથા એના ઉપભોક્તાઓને સરળ અને ઝડપી ચાર્જિંગ અનુભવ આપવા મોબાઇલ-આધારિત એપ્લિકેશન (ટાટા પાવર ઇઝેડ ચાર્જ) પ્રસ્તુત કર્યું છે. આ એપ ઇવી ચાર્જિંગ સ્ટેશનોને લોકેટ કરવામાં, ઇવીને ચાર્જ કરવામાં અને બિલની ઓનલાઇન ચુકવણી કરવામાં મદદ કરે છે, જે તેને વિશિષ્ટ અને લાભદાયક બનાવે છે.
ઇવી ચાર્જિંગ માળખાની ઉપલબ્ધતા અને સુવિધા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ઝડપી સ્વીકાર્યતા માટે ચાવીરૂપ જરૂરિયાત છે. ટાટા પાવર-અપોલો ટાયર્સ વચ્ચેનું જોડાણ વિવિધ લોકેશનમાં તેમના ઇવીને ચાર્જ કરવા ઇવીના માલિકોને પ્રોત્સાહન આપવામાં મજબૂત ભૂમિકા અદા કરશે.