ટાટા પાવર અને ટાટા મોટર્સે ઈલેક્ટ્રિક મોબિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ગતિ આપવા માટે હાથ મિલાવ્યા
- મુખ્ય શહેરોમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનો સ્થાપશે.
- સંભાવ્ય ઈવી માલિકો માટે વ્યૂહાત્મક સ્થળે ગોઠવણીઓ.
- ટાટા મોટર્સના ઈવી ગ્રાહકો માટે આકર્ષક ચાર્જિંગ ટેરિફ.
- આરંભિક ઓફર તરીકે ટાટા મોટર્સ ઈવી ગ્રાહકોને આગામી 3 મહિના માટે મફત ચાર્જિંગ ઉપલબ્ધ કરી શકે છે.
મુંબઈ, 2 ઓગસ્ટ, 2019- ટાટા પાવર અને ટાટા મોટર્સ દ્વારા મુંબઈ, દિલ્હી, પુણે, બેન્ગલોર અને હૈદરાબાદનાં પાંચ મુખ્ય શહેરોમાં નાણાકીય વર્ષ 2020ના અંતે 300 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો ગોઠવવા માટે ભાગીદારીની ઘોષણા કરવામાં આવી છે. આજે બંને કંપનીઓનું ઉદઘાટન પુણેમાં તેમનાં પ્રથમ 7 ચાર્જિંગ સ્ટેશન સાથે કરવામાં આવ્યું હતું, જેથી શહેરમાં ઈ-મોબિલિટી પ્રેરિત કરવાનું લક્ષ્ય છે. આગામી બે મહિનામાં અન્ય ચાર શહેરોમાં 45થી વધુ ચાર્જરોની ગોઠવણી કરવામાં આવશે. આ ચાર્જરો ટાટા મોટર્સ ડીલરશિપ્સ ખાતે ગોઠવવામાં આવશે. અમુક ટાટા ગ્રુપનાં રિટેઈલ આઉટલેટ્સ અને અન્ય જાહેર સ્થળે પણ ગોઠવવામાં આવશે.
ચાર્જર્સ ટાટા પાવર દ્વારા ચલાવવામાં આવશે અને તે આરંભિક 50 ચાર્જર્સ માટે ભારત સ્ટાન્ડર્ડનું (15 kW)પાલન કરે છે. આગળ જતાં અમે એવાં ચાર્જિંગ સ્ટેશનો પણ લાવીશું, જે 30-50 kW DC CCS2 સ્ટાન્ડર્ડનું પાલન કરે છે. આ ચાર્જર્સ ઉક્ત ચાર્જિંગ સ્ટાન્ડર્ડને અભિમુખ કાર ધરાવતા કોઈ પણ ઈલેક્ટ્રિક વાહનના ઉપભોક્તાઓ દ્વારા પહોંચ મેળવી શકશે. ટાટા પાવર અને ટાટા મોટર્સે સંયુક્ત રીતે ટાટા મોટર્સ ઈવી ગ્રાહકો માટે આકર્ષક ચાર્જિંગ ટેરિફ વિકસાવ્યા છે.
આ અવસરે બોલતાં ટાટા પાવરના એમડી અને સીઈઓ શ્રી પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે હરિત ટેકનોલોજી નિવારણો પૂરાં પાડવાની સરકારની મહત્ત્વાકાંક્ષાની રેખામાં અમે ભારતને ઈવી તૈયાર કરવા માટે વચનબદ્ધ છીએ અને ટાટા ગ્રુપનો ઘ્યેય ભારતમાં કાર્બન ફૂટપ્રિંટ ઓછું કરવાનો છે. અમારું લક્ષ્ય ઈવી ચાર્જિંગને બધા ભારતીયો માટે શક્ય ત્યાં સુધી ઝડપી અને આસાન બનાવવાનું છે અને અમને આ માટે ટાટા મોટર્સ સાથે ભાગીદારી કરવાની ખુશી છે, જેની સાથે અમે સંયુક્ત રીતે સંભાવ્ય ઈવી માલિકો દ્વારા અગ્રતા આપવામાં આવી શકે તેવાં ઉચ્ચ અગ્રતાનાં સ્થળો ઓળખી કાઢ્યાં છે.
આ જોડાણ વિશે બોલતાં ટાટા મોટર્સના સીઈઓ અને એમડી શ્રી ગુંટર બુશ્ચેકે જણાવ્યું હતું કે ભારતમાં અજોડ ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પ્રથમ પગલું લેવા ટાટા પાવર સાથે ભાગીદારી કરવાની અમને ખુશી છે. આ ભાગીદારી અમારા ગ્રાહકોને પરિપૂર્ણ ઈકોસિસ્ટમ નિવારણ અને મનની શાંતિ પૂરી પાડવાના અમારા પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. અમે સક્ષમ મોબિલિટી ધ્યેય પ્રત્યે વચનબદ્ધ છીએ અને ગ્રાહકો માટે આકાંક્ષાત્મક ઈ-મોબિલિટી નિવારણો લાવવા પ્રત્યે કામ કરવાનું ચાલુ રાખીશું, જેથી દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવામાં આવી શકે છે.
ટાટા પાવર હાલમાં મુંબઈમાં 42 ચાર્જિંગ પોઈન્ટ્સ સાથે ઈવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોજૂદગી ધરાવે છે અને તેની મોબિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફૂટપ્રિંટ વિવિધ ઉપયોગિતાના સંજોગોમાં કુલ 85 ચાર્જિંગ પોઈન્ટ્સના સેટ-અપ સાથે હૈદરાબાદ, બેન્ગલોર અને દિલ્હી સહિત ઘણાં બધાં શહેરોમાં છે. કંપનીએ એચપીસીએલ, આઈઓસીએલ અને આઈજીએલ રિટેઈલ આઉટલેટ્સ ખાતે વ્યાવસાયિક સ્તરે ઈવી ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે સીમાચિહનરૂપ સમજૂતી કરાર પણ કર્યાં છે. કંપનીએ અગાઉ જાહેર ઈવી ચાર્જિંગ મથકો સ્થાપવા માટે રાજ્યમાં ઈ-મોબિલિટીને પ્રોત્સાહન આપવાના મહારાષ્ટ્ર સરકારના ધ્યેયને ટેકો આપવા માટે ટાટા મોટર્સ સાથે પણ ભાગીદારી કરી છે.