ટાટા પાવર ગુજરાતમાં ધોલેરામાં 50 મેગાવોટનો સોલર પાર્ક વિકસાવશે
ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપની ટાટા પાવરે જાહેરાત કરી હતી કે, કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (TPREL)ને 7 નવેમ્બર, 2019નાં રોજ ગુજરાતમાં ધોલેરા સોલર પાર્કમાં (Dholera Solar Park, Gujarat) 50 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ (50 mega watts solar project) વિકસાવવા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (Gujarat Urja Vikas Nigam Limited-GUVNL) પાસેથી લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. આ એલઓએ કંપનીએ ધોરેલા સોલર પાર્ક દ્વારા સ્થાપિત 250 મેગાવોટનાં સોલર પ્રોજેક્ટ ઉપરાંત વધારાનો છે.
જીયુવીએનએલને વાણિજ્યિક કામગીરી શરૂ કરવાની તારીખથી 25 વર્ષનાં ગાળા માટે વીજળીની ખરીદી કરવાની સમજૂતી (પીપીએ) હેઠળ વીજળીનો પુરવઠો પ્રદાન કરવામાં આવશે. કંપનીએ આ કોન્ટ્રાક્ટ જૂન, 2019માં જીયુવીએનએલએ જાહેર કરેલી બિડમાં મેળવ્યો હતો. આ પ્રોજેક્ટ પીપીએનાં અમલની તારીખથી 15 મહિનાની અંદર કાર્યરત થશે.
આ સફળતા પર ટાટા પાવરનાં એમડી અને સીઇઓ શ્રી પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “અમને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે, અમને ગુજરાતમાં 50 મેગાવોટનો પ્રોજેક્ટ એનાયત થયો છે તથા અમને આ તક પ્રદાન કરવા બદલ અમે ગુજરાત સરકાર અને જીયુવીએનએલનાં અધિકારીઓનાં આભારી છીએ. આ કોન્ટ્રાક્ટ સાથે ગુજરાતમાં કુલ સંચિત વીજક્ષમતા 400મેગાવોટ થશે. અમને ખુશી છે કે, સૌર ઊર્જા પેદા કરીને અમારાં દેશની સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા પ્રત્યેની પ્રતિબદ્ધતા પૂર્ણ કરીશું.”
ટાટા પાવરનાં રિન્યૂએબલ્સનાં પ્રેસિડન્ટ શ્રી આશિષ ખન્નાએ કહ્યું હતું કે, “અમે આ બીજો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે, જે અમને ધોલેરા સોલર પાર્કમાં સૌથી મોટા ડેવલપર બનાવશે. અમે રિન્યૂએબલ એનર્જી તેમજ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, એન્જિનીયરિંગ અને અમલીકરણ ક્ષમતાઓ સાથે અમારી મજબૂત પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરવાનું જાળવી રાખીશું. અમને સ્વચ્છ ઊર્જાનાં સંસાધનોમાંથી ટાટા પાવરની કુલ ઉત્પાદન ક્ષમતા ઊંચા માપદંડો સ્થાપિત થવાની આશા છે.”
પ્લાન્ટ દર વર્ષે 118 એમયુ પેદા કરશે અને વર્ષે અંદાજે 118 મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનને ઓફસેટ કરશે એવી અપેક્ષા છે.