Western Times News

Gujarati News

ટાટા પાવર ગુજરાતમાં 120 મેગાવોટની ક્ષમતા ધરાવતો સૌર ઊર્જા પ્રોજેક્ટ વિકસાવશે

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપની ટાટા પાવરે જાહેરાત કરી હતી કે, કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (TPREL)ને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)એ 12 જૂન, 2020ના રોજ ગુજરાતમાં 120 મેગાવોટની ક્ષમતા ધરાવતા સૌર ઊર્જા પ્રોજેક્ટને વિકસાવવાનો લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ટાટા પાવર ગુજરાતમાં 120 મેગાવોટની ક્ષમતા ધરાવતા સૌર પ્રોજેક્ટને વિકસાવશે.

આ ઊર્જા વીજ ખરીદ સમજૂતી (PPA) અંતર્ગત GUVNLને પૂરી પાડવામાં આવશે, જે કમર્શિયલ કામગીરી શરૂ થવાની તારીખથી 25 વર્ષના ગાળા માટે વેલિડ હશે. GUVNLએ ફેબ્રુઆરી, 2020માં ત્રીજા તબક્કા અંતર્ગત આ બિડની જાહેરાત કરી હતી, જેને કંપનીએ સફળતાપૂર્વક હાંસલ કરી છે. પ્રોજેક્ટ PPAના અમલની તારીખથી 18 મહિનાની અંદર શરૂ કરવો પડશે.

આ સફળતા પર ટાટા પાવરના એમડી અને સીઇઓ શ્રી પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, અમને એ જાહેરાત કરવાનો ગર્વ છે કે, અમને ગુજરાતમાં 120 મેગાવોટની ક્ષમતા ધરાવતો સૌર પ્રોજેક્ટ મળ્યો છે. આ માટે અમને તક આપવા બદલ અમે ગુજરાત સરકાર અને GUVNLના આભારી છીએ. આ એવોર્ડ સાથે અમારી કુલ રિન્યૂએબલ્સ ઊર્જા ક્ષમતા વધીને 3,457 મેગાવોટ થઈ જશે.

ટાટા પાવરના રિન્યૂએબલ્સના પ્રેસિડન્ટ શ્રી આશિષ ખન્નાએ કહ્યું હતું કે, અમને કોન્ટ્રાક્ટ મળ્યો એ જાહેર કરવાની ખુશી છે. અમે રિન્યૂએબલ્સ ઊર્જા તેમજ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, એન્જિનીયરિંગ અને અમલીકરણ ક્ષમતા પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવી રાખીશું. અમેઅમારી ક્ષમતાઓ ઊભી કરીશું, અપેક્ષાથી વધારે સારી કામગીરી કરીશું અને ઊંચા માપદંડો સ્થાપિત કરીશું એવી આશા છે.

પ્લાન્ટ વર્ષદીઠ આશરે 300 MUs વીજળી પેદા કરશે એવી અપેક્ષા છે અને વર્ષે 300 મિલિયન કિલોગ્રામ CO2નું ઉત્સર્જન ઘટશે એવો અંદાજ છે. ટાટા પાવરની રિન્યૂએબલ ક્ષમતા વધીને 3,457 મેગાવોટ થશે, જેમાંથી 2,637 મેગાવોટનું ઉત્પાદન થાય છે અને 820 મેગાવોટ ક્ષમતા ઊભી થઈ રહી છે. એમાં 120 મેગાવોટ આ કોન્ટ્રાક્ટ અંતર્ગત ઊભી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.