Western Times News

Gujarati News

ટાટા પાવર – ડિસ્ટ્રિબ્યુશન માટે 150 મેગાવોટની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ટાટા પાવર વિકસાવશે

ભારતની સૌથી મોટી સંકલિત વીજ કંપની ટાટા પાવરે જાહેરાત કરી હતી કે, કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઇએલ)ને 150 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલર પ્રોજક્ટ વિકસાવવા 31 ઓક્ટોબર, 2019નાં રોજ ટાટા પાવર – ડિસ્ટ્રિબ્યુશન પાસેથી લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. વીજ ખરીદી સમજૂતી (પીપીએ)નો અમલ મંજૂરી મળતાં મળશે અને મહારાષ્ટ્ર વીજળી નિયમનકારી પંચ દ્વારા ભાડાનાં દરનો સ્વીકાર કરવામાં આવશે.

આ વીજળી પીપીએ અંતર્ગત ટાટા પાવર – ડિસ્ટ્રિબ્યુશન (ટાટા પાવર – ડી)ને પુરવઠો પૂરો પાડવામાં આવશે, જે વાણિજ્યિક કામગીરીની તારીખ શરૂ થવાથી 25 વર્ષનાં ગાળા માટે વેલિડ હશે. ટીપીઆરઇએલ ટાટા પાવર – ડીએ ઓગસ્ટ, 2019માં જાહેર કરેલી બિડમાં આ પ્રોજેક્ટ મેળવ્યો છે. આ પ્રોજેક્ટ પીપીએમનાં અમલની તારીખથી 18 મહિનાની અંદર શરૂ થશે.

આ સફળતા પર ટાટા પાવરનાં સીઇઓ અને એમડી શ્રી પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, અમને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે, ટીપીઆરઇએલને ટાટા પાવર – ડી દ્વારા 150 મેગાવોટનાં સોલર પ્રોજેક્ટ મળ્યો છે. અમને ખુશી છે કે, સોલર પાવર જનરેશન દ્વારા સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા માટે આપણાં દેશની કટિબદ્ધતા સાકાર કરવામાં પ્રદાન ક રવાની અમને ખુશી છે.

ટાટા પાવરનાં રિન્યૂએબલ્સનાં પ્રેસિડન્ટ શ્રી આશિષ ખન્નાએ કહ્યું હતું કે, અમને પ્રોજેક્ટ મળ્યો એ જાહેરાત કરતાં આનંદ થાય છે અને આ સાથે અમે રિન્યૂએબલ ઊર્જા તેમજ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, એન્જિનીરિંગ અને અમલીકરણ ક્ષમતા તરફ અમારી મજબૂત કટિબદ્ધતા પ્રદર્શિત કરવાનું જાળવી રાખીશું. આ ટાટા પાવરની કુલ ઉત્પાદન ક્ષમતાનાં 35થી 40 ટકા ઉત્પાદનને સ્વચ્છ ઊર્જાનાં સ્ત્રોતોમાંથી કરવાનાં અમારાં પ્રયાસમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. અમને અમારી ક્ષમતા પર નિર્માણ જાળવી રાખવાની, અપેક્ષાઓ પૂર્ણ કરવાની અને તમામ સ્તરે ઊંચા માપદંડો ઊભા કરવાની આશા છે.

પ્લાન્ટ દર વર્ષ 360 એમયુ વીજળી પેદા કરશે અને વર્ષે અંદાજે 360 મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોકસાઇડ ઓફસેટ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.