Western Times News

Gujarati News

ટાટા મોટર્સના સાણંદમાં કોવિડ-19ને નાથવાના પગલાંની એક જ સપ્તાહમાં 4000થી વધુ જિંદગીઓ પર સકારાત્મક અસર થઇ

પ્રતિકાત્મક

· એક મહિના સુધી ચાલે એટલી આવશ્યક ચીજો સાથેની 850 વધુ રેશન કીટનું વિતરણ

· આશરે 1550 માસ્ક અને પ્રત્યેક 100 એમએલની 950થી વધુ સેનીટાઇઝરની બોટલનું વિતરણ

· જે તે વ્યક્તિ બિનઅસરગ્રસ્ત અને તંદુરસ્ત રહી શકે તે માટેના અવરોધક પગલાંઓ પરની સતર્કતા કેમ્પેન હાથ ધરી; અવરોધક પગલાંઓ વિશે આશરે 1000 ગ્રામવાસીઓને શિક્ષીત કરાયા

સાણંદ, તા. 9 2020:પોતાના સમાજના સભ્યોની જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાના પ્રમાણને ખરી રીતે વળગી રહેતા દેશની ઓટોમોબાઇલ ક્ષેત્રેની અગ્રણી કંપની ટાટા મોટર્સે લોકડાઉનની વચ્ચે સમાજની સુખાકારીની ખાતરી કરવા માટે વિવિધ પગલાં લીધા છે. આ કટોકટીને નાથવા માટે કંપનીની વ્યૂહરચના અનુસાર સાણંદના કર્મચારીઓએ સમાજના સારા માટે સેવા કરવા પોતાની જાતને સમર્પિત કરી હતી. પ્લાન્ટે કંપની દ્વારા સ્થાપિત કરવામાં આવેલી નીચેની E3 માર્ગદર્શિકા અનુસાર પગલાં અપનાવ્યા છે –

આવશ્યક પુરવઠાની જોગવાઇ:

ટાટા મોટર્સે સાણંદ, વિરમગામ અને અમદાવાદ અને સાણંદ તાલુકાના કલાણા અને હીરાપુર ગામડાઓના સ્થળાંતર કરનારાઓ અને વિચરનાર સમુદાય, શહેરી ઝૂંપડા, સ્થળાંતરીક કેમ્પ્સ અને ગ્રામવાસીઓ, ડ્રાઇવર, સહ ડ્રાઇવર, કોન્ટ્રેક્ચ્યુઅલ અને હંગામી કામદારો, સલામતી કર્મચારીઓ ફોજ પુરવઠો પૂરો પાડવાનું આયોજન કર્યું હતું. અત્યાર સુધીમાં, આવશ્યક ચીજો ધરાવતી એક મહિના સુધી ચાલે એવી 850 જેટલી રેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેનાથી વધુમાં, કંપનીએ અમદાવાદમાં HIV+ વંચિત પરિવારોને રેશન કીટ્સનું વિતરણ કરવા માટે એનજીઓ સાથે ભાગીદારી કરી હતી. પ્રત્યેક રેશન કીટમાં 3 કિગ્રા ચોખા, 3 કિગ્રા ઘઉંનો લોટ, 1 કિગ્રા કટોળ, એ પેકેટ મરચાનો પાવડર, એ પેકેટ હળદરનો પાવડર, એ પેકેટ મીઠુ, 1 લિટર રાંધણ તેલ, 2.5 કિગ્રા બટાટા, 2.5 કિગ્રા ડુંગળી, 1 સાબુ અને 1 વારંવાર ઉપયોગમાં લઇ શકાય તેવા માસ્કનો સમાવેશ થાય છે. વિતરણ કરતી વખત સામાજિક અંતર રાખવાની ક્રિયાને અનુસરવામાં આવી હતી.

ગ્રાઉન્ડ ઝીરો પર હીરોને તૈયાર કરતા:

ટાટા મોટર્સ હોસ્પિટલ્સ, વિક્રેતાઓ, આરોગ્ય કામદારો, લશ્કરી કર્મચારીઓ, પોલીસ સ્ટેશન્સ, વન વિભાગના અધિકારીઓ તેમજ સાણંદ પ્લાન્ટની આસપાસના સમુદાયોમાં વિતરણ કરવામાં આવનાર ઘર બનાવટના માસ્ક અને સેનીટાઇઝર્સનું ઉત્પાદન કરવા માટે સ્વ સહાય જૂથોને ટેકો આપે છે અને સહાય કરે છે. અત્યાર સુધીમાં 1550 માસ્કસ અને પ્રત્યેક 100 એમએલની 950 સેનીટાઇઝર બોટલ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

નિયંત્રણ અને અવરોધન માટે સમુદાયને શિક્ષણ:

ટાટા મોટર્સ ઝૂંડડપટ્ટીમાં અને ઓછી આવક ધરાવતા સમુદાયોમાં જાગૃત્તિ ફેલાવવા માટે બેનર્સ અને અન્ય સંબંધિત માહિતી સામગ્રી મુકીને સારા આરોગ્ય આચરણ પર ભાર મુકે છે. સાણંદ તાલુકા ખાતેના ટીએમએલ સાણંદના જાગૃત્તિ સત્ર ગુજરાતમાં કોવિડ-19નો ફેલાવો થયો તે પહેલા શરૂ થયુ હતું. કંપનીએ સ્વયંસેવકોની ટીમ અને ડૉ. મીના શાહના સહયોગથી વિવિધ ગામડાઓમાં 1000 જેટલી વ્યક્તિઓને શિક્ષીત કર્યા હતા. બિનઅસરગ્રસ્ત અને તંદુરસ્ત રહેવા માટે જે તે વ્યક્તિ અપનાવી શકે તે માટે સાદા અને સરળ અગમચેતીઓ વિશે જાગૃત્તિ ફેલાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો પણ લાભ ઉઠાવી રહી છે.

આ પહેલ અંગે પોતાના સંબોધનમાં ટાટા મોટર્સ લિમીટેડ ના સીએસઆર વડા શ્રી વિનોદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે “સમગ્ર ટાટા જૂથ સાથે ટાટા મોટર્સ ખાતે અમારા કોર્પોરેટ હેતુના મૂળમાં સમુદાયની સુખાકારીની વિચારધારાના મૂળ ઊંડા છે. હાલામં વિશ્વ અણધારી કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે અને કંપની જે લોકોને જરૂર હોય તેમને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપની સરકારના પ્રયત્નોને ટેકો આપવાનું ચાલુ રાખશે અને આગવા સ્તરે આ રોગચાળા સામે લડી રહ્યા છે તેવા હીરોને સેવા પૂરી પાડશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.