ટાટા મોટર્સે 1000મી નેક્સોન ઈલેક્ટ્રિક વેહિકલ બહાર પાડી
નાણાકીય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિકમાં 62 ટકા બજાર હિસ્સા સાથે ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં ફરી એક વાર અવ્વલ સ્થાને
મુંબઈ, ટાટા મોટર્સે પુણેમાં તેના પ્લાન્ટમાંથી 1000મી નેક્સોન ઈવી બહાર પાડીને ઈલેક્ટ્રિક વેહિકલ (ઈવી) ક્ષેત્રમાં નોંધનીય સિદ્ધિની ઘોષણા કરી છે. આ સીમાચિહન ઈવી માટે ઉત્સુકતા અને માગણીમાં ઝડપી વૃદ્ધિ પ્રદર્શિત કરતાં વાહનના કમર્શિયલ લોન્ચ પછી ફક્ત 6 મહિનામાં હાંસલ કર્યું છે. ભારતમાં સૌથી અગ્રતાની ઈલેક્ટ્રિક કાર તરીકે પહોંચ આપતાં ટાટા નેક્સોન ઈવી તેના સેગમેન્ટમાં બેસ્ટ સેલર હોઈ ટાટા મોટર્સને નાણાકીય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિકમાં ઈવીમાં 62 ટકાનો બજારહિસ્સો મેળવવામાં મદદ થઈ છે.
વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી epaper pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
આ યાદગાર અવસર વિશે બોલતાં ટાટા મોટર્સ લિ.ના પેસેન્જર વેહિકલ વેપારના પ્રેસિડેન્ટ શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે ઈવીનો સ્વીકાર ઝડપથી વધી રહ્યો છે અને અમે દેશના બધા ભાગમાંથી તેમાં વધતી રુચિ જોઈ રહ્યા છીએ. કોવિડ-19ના પડકારો છતાં ટૂંક સમયમાં જ 1000મી નેક્સોન ઈવી બહાર પાડી તે ઈવીમાં અંગત સેગમેન્ટના ખરીદદારોની વધતી રુચિ દર્શાવે છે.
ટાટા મોટર્સે વૈશ્વિક ધોરણોને પહોંચી વળવાં ઈનોવેટ કરવાનું અને વ્યાપક સક્ષમ મોબિલિટી નિવારણો વિકસાવવાનું ચાલુ રાખ્યું છે. ઈવી ભવિષ્ય છે અને ઉદ્યોગની આગેવાન તરીકે અમે ગ્રાહકો માટે તેને ઈચ્છનીય અને મુખ્ય પ્રવાહની પસંદગી બનાવવા માટે વચનબદ્ધ છીએ.
ટાટા મોટર્સ ફ્લીટ (140 કિમી અને 213 કિમીની શ્રેણી સાથે ટિગોર ઈવી ઈલેક્ટ્રિક સેડાન) અને પર્સનલ સેગમેન્ટ્સ (એખ ચાર્જમાં 312 કિમી ઝંઝટમુક્ત રેન્જ આપતી નેક્સોન ઈવી ઈલેક્ટ્રિક એસયુવી)માં બેસ્ટ સેલિંગ રજૂ કરીને ઈલેક્ટ્રિક કાર્સ માટે ગ્રાહકોની ઉત્ક્રાંતિ પામતી જરૂરતોને સતત પહોંચી વળી છે. શૂન્ય ઉત્સર્જન અને આકર્ષક કિંમત સાથે રોમાંચક, કનેક્ટેડ ડ્રાઈવ અનુભવ માટે તૈયાર કરાયેલી નેક્સોન ઈવીએ તેની શ્રેણીમાં અજોડ સીમાચિહન નિર્માણ કર્યું છે. ભારતમાં નેક્સોન ઈવીની પહોંચ અને ઉપયોગને લોકપ્રિય બનાવવા માટે કંપનીએ હાલમાં જ નવીન EV Subscriptionમોડેલ રજૂ કર્યું છે, જે શેર્ડ ઈકોનોમીના ઝડપથી વૃદ્ધિ પામતા યુગમાં માલિકી સામે યુઝરશિપને અગ્રતા આપતા ગ્રાહકો માટે આદર્શ છે.
ઉપરાંત ભારતમાં ઈવી અપનાવવાનું વધારવા માટે ટાટા મોટર્સે સુચારુ ઈવી વાતાવરણ નિર્માણ કરવા માટે અન્ય ટાટા ગ્રુપની કંપનીઓની શક્તિઓ અને અનુભવનો લાભ લેવા માટે પરિપૂર્ણ મોબિલિટી ઈકોસિસ્ટમ “Tata uniEVerse”પણ રજૂ કરી છે.“Tata uniEVerse”દ્વારા પાવર્ડ ગ્રાહકોને ચાર્જિંગ સોલ્યુશન્સ, ઈનોવેટિવ રિટેઈલ અનુભવો અને આસાન ફાઈનાન્સિંગ વિકલ્પો સહિત ઈ-મોબિલિટીની ઓફરોની શ્રેણીને પહોંચ મળે છે.