ટાટા મોટર્સ ફોર્ડનો સાણંદ પ્લાન્ટ ખરીદશે, પ્રક્રિયા શરૂ
અમદાવાદ, ઓટોમોબાઈલ નિર્માતા કંપની ફોર્ડે થોડા મહિના પહેલા જ ભારતીય બજારને અલવિદા કહી દીધું છે. આ કંપની ભારતમાં બે પ્લાન્ટ પર કામ કરતી હતી. આવી સ્થિતિમાં ટાટા મોટર્સ સાણંદમાં ફોર્ડનો પ્લાન્ટ લેવા જઈ રહી છે.
ઓટોમેકર ટાટા મોટર્સ દ્વારા ગુજરાતના સાણંદમાં ફોર્ડનો પ્લાન્ટ ખરીદવા જઈ રહી છે. એટલે કે હવે ફોર્ડનો આ પ્લાન્ટ ટાટા મોટર્સની માલિકીનો હશે. ઓટોમોબાઈલ નિર્માતા કંપની ફોર્ડે થોડા મહિના પહેલા જ ભારતીય બજારને અલવિદા કહી દીધું છે.
આ કંપની ભારતમાં બે પ્લાન્ટ પર કામ કરતી હતી. આવી સ્થિતિમાં ટાટા મોટર્સ સાણંદમાં ફોર્ડનો પ્લાન્ટ લેવા જઈ રહી છે. આ પ્રક્રિયા શરૂ કરીને, બંને કંપનીઓએ પ્લાન્ટની માલિકી ટ્રાન્સફર કરવા માટે સંમતિ આપી છે. આગામી સપ્તાહમાં આ પ્રક્રિયાને મંજૂરી મળી શકે તેવી અપેક્ષા છે. ફોર્ડે ભારત છોડ્યા પછી જ ટાટા મોટર્સે કંપનીનો પ્લાન્ટ ખરીદવામાં રસ દાખવ્યો હતો.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રચાયેલી હાઈ પાવર કમિટી ટૂંક સમયમાં આ દરખાસ્તને મંજૂરી આપવા જઈ રહી છે. જાે કે, નેનો પ્લાન્ટની સ્થાપના વખતે ટાટા મોટર્સને જે લાભો આપવામાં આવ્યા હતા તે લાભ આ વખતે મળશે કે નહીં તે અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી.
ફોર્ડ ઈન્ડિયાએ આ પ્લાન્ટની સ્થાપનામાં અત્યાર સુધીમાં રૂ. ૪,૫૦૦ કરોડનું રોકાણ કર્યું છે. ફોર્ડના પ્લાન્ટમાં દર વર્ષે ૨.૪ લાખ યુનિટ અને પ્રતિ વર્ષ ૨.૭ લાખ એન્જિન બનાવવાની ક્ષમતા છે.
ટાટા મોટર્સનો પ્લાન્ટ ગુજરાતમાં પહેલેથી જ છે. ટાટા મોટર્સનો આ પ્લાન્ટ ફોર્ડ ઈન્ડિયા પ્લાન્ટની એકદમ નજીક આવેલો છે. અગાઉ ટાટા મોટર્સે પણ તમિલનાડુમાં ફોર્ડનો પ્લાન્ટ ખરીદવામાં રસ દાખવ્યો હતો. આ પ્લાન્ટને ખરીદવાના પ્રયાસો પણ ચાલુ હતા.
ટાટા મોટર્સનો અત્યાર સુધી તમિલનાડુમાં એક પણ પ્લાન્ટ નથી. એક અહેવાલ અનુસાર, ટાટા મોટર્સના પ્રતિનિધિઓ ફોર્ડ ઈન્ડિયાના ચેન્નાઈ પ્લાન્ટને ખરીદવા માટે તમિલનાડુ સરકારને મળી ચૂક્યા છે.HS